ગાંધી પરિવારમાં નવા મેમ્બરની એન્ટ્રી, રાહુલે સોનિયા ગાંધીને આપી ગિફ્ટ, તમે પણ જુઓ VIDEO

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
ગાંધી પરિવારમાં નવા મેમ્બરની એન્ટ્રી, રાહુલે સોનિયા ગાંધીને આપી ગિફ્ટ, તમે પણ જુઓ VIDEO 1 - image

Image Source: Twitter

- સોનિયા ગાંધીએ ગિફ્ટ માટે રાહુલ ગાંધીનો આભાર માન્યો

નવી દિલ્હી, તા. 04 ઓક્ટોબર 2023, બુધવાર

ગાંધી પરિવારમાં નવા મેમ્બરની એન્ટ્રી થઈ છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે 'વિશ્વ પશુ દિવસ'ના અવસર પર પોતાના પરિવારના નવા સભ્ય વિશે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે. તેનું નામ 'નૂરી' છે અને તે તેમની માતા સોનિયા ગાંધી માટે એક ગિફ્ટ છે. રાહુલ તેને ગોવાથી લાવ્યો છે. પોતાની યુટ્યૂબ ચેનલ દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોમાં રાહુલ ગાંધીએ પોતાની હાલની ગોવા યાત્રા વિશે જણાવ્યું છે. ત્યાં તેમણે એક પરિવાર સાથે મુલાકાત કરી હતી અને ત્યાંથી તેમને નૂરી મળી. ગોવાથી પરત ફર્યા બાદ તેઓ નવી દિલ્હી સ્થિત પોતાની માતાના ઘરે ગયા અને તેમને ગિફ્ટ આપીને સરપ્રાઈઝ કરી દીધા હતા. રસ્તામાં તેમણે મેટ્રોની સવારી પણ કરી હતી.

રાહુલ ગાંધીની આ ગોવા યાત્રા ઓગષ્ટમાં યોજાઈ હતી. આ જેક રસેલ ટેરિયરની ઉત્તમ જાતિ છે. રાહુલ ગાંધી ગોવા સ્થિત ડોગ બ્રીડર શરવાની પિત્રે અને તેમના પતિ સ્ટેનલી બ્રાગાંકાનાં ઘરે પહોંચ્યા હતા.

પોતાની મેટ્રો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ એક યાત્રી સાથે વીડિયો કોલમાં વાત કરી હતી. ત્યાર બાદ રાહુલ ગાંધીએ ઘરે પહોંચતા જ નૂરીને બહાર કાઢી અને પોતાની માતા સોનિયા ગાંધીને ગિફ્ટ જોવા માટે કહ્યું.

સોનિયા ગાંધીએ શરૂઆતમાં તેમાં રસ ન દાખવ્યો પરંતુ બાદમાં તેઓ બહાર આવ્યા અને તેને ખોળામાં લઈ લીધી. રાહુલ ગાંધીએ તેમને જણાવ્યું કે, નૂરી 2-3 કલાકની યાત્રા કરીને દિલ્હી પહોંચી છે. સેનિયા ગાંધીએ કહ્યું કે, આ ખૂબ જ પ્યારી છે. તેમણે ગિફ્ટ માટે રાહુલ ગાંધીનો આભાર માન્યો. 

ત્યારબાદ નૂરી સોનિયા ગાંધી ઘરના બીજા ડોગ પાસે ગઈ અને બેડ પર રાખવામાં આવેલ મોબાઈલ ફોનના બેક કવર સાથે રમવા લાગી. 


Google NewsGoogle News