દેશમાં પહેલા તબક્કાનાં રસીકરણ માટે વેક્સિનનો પુરતો ભંડાર છે: નિતી આયોગ
રસીકરણનો હેતું લગભગ 70 ટકા સામુહિક રોગપ્રતિકારક શક્તિ પ્રાપ્ત કરવાનો છે
નવી દિલ્હી, 4 જાન્યુઆરી 2021 સોમવાર
નિતી આયોગનાં સભ્ય વી કે પૌલે સોમવારે કહ્યું કે આરોગ્યકર્મીઓ સહિત કોરોના રોગચાળા સામે લડી રહેલા લોકોને પહેલા તબક્કામાં રસીકરણ કરાવવા માટે દેશમાં રસીનો પુરતો ભંડાર છે, પૌલ કોવિડ રસીકરણ અંગે બનેલી નિષ્ણાતોની બનેલી રાષ્ટ્રિય સમિતીનાં ચેરમેન પણ છે, તેમણે કહ્યું કે સરકાર તાત્કાલીક રસીની ખરીદી તથા તેના વિતરણની પોતાની યોજના અંગે ખુલાસો કરશે.
પૌલે જણાવ્યું કે અમે આગામી 3-4 મહિનામાં અન્ય રસી પણ ઉપલબ્ધ કરાવી છું, અને ત્યારે તેનો ભંડાર પણ વધશે, તેમણે કહ્યું કે ત્યારે રસીકરણ કાર્યક્રમમાં તેજી આવી શકે છે.
સામુહિક રસીકરણ સામે સૌથી મોટો પડકાર કયો છે તે અંગે પુછતા તેમણે જણાવ્યું કે આ પ્રકારનાં પ્રયાસો માટે સૌથી મોટો પડકાર લોકોને એક સાથે એકત્રિત કરવાનો છે. તે ઉપરાંત ચોક્કસ દિવસે એક જ સ્થળે લાભાર્થીઓને એકઠા કરવા અને સાવધાની રાખીને સરળતાથી રસીકરણ કરાવવાનો પડકાર પણ છે.
પૌલે જણાવ્યું રસીકરણનો હેતું લગભગ 70 ટકા સામુહિક રોગપ્રતિકારક શક્તિને પ્રાપ્ત કરવાનો છે, આ ઉપરાંત સમાન્ય જનજીવન ચાલતું રહે અને પુરતા રસીકરણ માટે લોકો પણ હોવા જોઇએ, દેશનાં ઉદ્યોગો, સ્કુલો,પરિવહન, ન્યાય સિસ્ટમ અને સંસદિય પ્રવૃતી આગળ વધતી રહે.