Get The App

બેંગ્લુરુની આઘાતજનક ઘટના, 2 બાળક અને પત્ની સાથે એન્જિનિયરે કર્યો સામૂહિક આપઘાત

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News
બેંગ્લુરુની આઘાતજનક ઘટના, 2 બાળક અને પત્ની સાથે એન્જિનિયરે કર્યો સામૂહિક આપઘાત 1 - image


Mass Suicide Incident in Bengaluru : બેંગ્લુરુની આઘાતજનક ઘટના સામે આવી છે. જેમાં એન્જિનિયરે તેની પત્ની અને બે બાળકો સાથે સામૂહિક આપઘાત કર્યો. બેંગલુરુના RMV 2જી સ્ટેજ વિસ્તારમાં ભાડાના ઘરમાં એન્જિનિયરનો પરિવાર મૃત હાલતમાં મળી આવ્યો હતો. સમગ્ર ઘટના લઈને સદાશિવનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી.

2 બાળક અને પત્ની સાથે એન્જિનિયરે કર્યો સામૂહિક આપઘાત

મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો અનુપ કુમાર (ઉં.વ.38) એક ખાનગી પેઢીમાં સોફ્ટવેર કન્સલ્ટન્ટ તરીકે કામ કરતો હતો અને બેંગલુરુના RMV 2જી સ્ટેજ વિસ્તારમાં તેની પત્ની રાખી (ઉં.વ.35), 5 વર્ષની પુત્રી અનુપ્રિયા અને 2 વર્ષના પુત્ર પ્રિયાંશ સાથે રહેતો હતો. આજે સોમવારે સવારે ઘરકામ વાળા આવ્યા ત્યારે અનુપ, તેની પત્ની અને બે બાળકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી.

બાળકોને ઝેર આપીને દંપતીએ ગળે ફાંસો ખાધો

મીડિયા અહેવાલ મુજબ, પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અનુપ અને રાખીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરતા પહેલા તેમના બાળકોને ઝેર આપ્યું હતું. દંપતી કદાચ તેમના મોટા બાળકની તબિયત ખરાબ હોવાને કારણે સતત સંઘર્ષ કરી રહ્યા હતા. ઘરકામ કરનારાએ જણાવ્યું કે, અનુપ્રિયા ખાસ જરૂરિયાતો ધરાવતું બાળક હોવાથી માતા-પિતા તણાવમાં રહેતા હતા.

આ પણ વાંચો: છત્તીસગઢમાં નવ જવાન શહીદ, આઠ ઈજાગ્રસ્ત: નક્સલીઓએ કર્યો IED બ્લાસ્ટ

પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, દંપતી ખુશ જણાતા હતા અને પોંડિચેરીની મુલાકાત લેવાની યોજના પણ બનાવી હતી. જેમાં તેમણે રવિવારે પેકિંગ પૂર્ણ થયું હતું. પરિવારે તેમના બાળકો માટે બે રસોઈયા અને એક સંભાળ રાખનાર સહિત ત્રણ વ્યક્તિઓને કામે રાખ્યા હતા. પરિવારના સામૂહિક આપઘાત મામલે કોઈ પ્રકારની સ્યૂસાઈડ નોટ મળી આવી નથી. જો કે, કયા કારણોસર પરિવારે આવું પગલું ભર્યું તેને લઈને સદાશિવનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

Bengaluru

Google NewsGoogle News