છત્તીસગઢમાં જવાનો અને માઓવાદી વચ્ચે અથડામણ, 3 નક્સલી ઠાર

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
Naxals Encounter

Image : IANS



Chhattisgarh Naxals Encounter Today: છત્તીસગઢમાં જવાનો મારફત સતત ચાલી રહેલા એન્ટી નક્સલ ઓપરેશનથી માઓવાદીનો આંતક કાબુમાં લેવા પ્રયાસ થઈ રહ્યો છે. આજે નારાયણપુર અને કાંકેર બોર્ડર પર નક્સલી અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ત્રણ નક્સલીઓ માર્યા ગયા હોવાનો અહેવાલ મળ્યા છે. આ અથડામણમાં નારાયણપુર એસપી પ્રભાત કુમારે ખાતરી કરી છે, પોલીસે નારાયણપુરમાં અબૂઝમાડ ખાતે મોટાપાયે નક્સલીઓ વિરૂદ્ધ ઓપરેશન હાથ ધર્યુ હતું. જ્યાં છુટાછવાયા ફાયરિંગ જારી છે. ઘટના પર તમામ જવાન સુરક્ષિત હોવાના અહેવાલો મળ્યા છે.

અમિત શાહે આ નિવેદન આપ્યું હતું

ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં નક્સલવાદ અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે માર્ચ 2025 સુધીમાં દેશમાંથી નક્સલવાદ ખતમ થઈ જશે. નક્સલવાદ પર અંતિમ હુમલો કરવા માટે મજબૂત રણનીતિની જરૂર છે. નક્સલવાદીઓને હથિયાર નીચે મૂકવા અને આત્મસમર્પણ કરવા નિર્દેશ કર્યો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે છત્તીસગઢમાં એક-બે મહિનામાં નવી સરેન્ડર પોલિસીની જાહેરાત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ‘બંગાળના CMનું નિવેદન ભડકાઉ અને દેશ વિરોધી’ સુપ્રીમ કોર્ટના વકીલે મમતા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

15 જિલ્લાઓમાં નક્સલવાદની સમસ્યા

હાલ છત્તીસગઢ નક્સલવાદથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. છત્તીસગઢના 15 જિલ્લાઓ - બીજાપુર, બસ્તર, દંતેવાડા, ધમતરી, ગારિયાબંદ, કાંકેર, કોંડાગાંવ, મહાસમુંદ, નારાયણપુર, રાજનાંદગાંવ, મોહલ્લા-માનપુર-અંબાગઢ ચોકી, ખૈરગઢ-છુઈખાણ-ગંડઈ, સુકમા, કબીરધામ અને મુંગેલી નક્સલ પ્રભાવિત છે.

24 ઓગસ્ટે છત્તીસગઢમાં નક્સલવાદનો ઉકેલ લાવવા એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં તમામ રાજ્યોના ડીજી અને મુખ્ય સચિવોને પણ બોલાવવામાં આવ્યા હતા. આ બેઠકમાં અમિત શાહે કહ્યું હતું કે માર્ચ 2026 સુધીમાં નક્સલવાદને ખતમ કરી દેવામાં આવશે.


છત્તીસગઢમાં જવાનો અને માઓવાદી વચ્ચે અથડામણ, 3 નક્સલી ઠાર 2 - image


Google NewsGoogle News