મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સુરક્ષા દળો સાથે અથડામણમાં ત્રણ નક્સલવાદીઓ ઠાર

Updated: May 13th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સુરક્ષા દળો સાથે અથડામણમાં ત્રણ નક્સલવાદીઓ ઠાર 1 - image


Image Source: Twitter

Maharashtra Encounter News: મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના ભામરાગઢ જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં ત્રણ નક્સલવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. ઠાર કરવામાં આવેલા નક્સલવાદીઓમાં બે મહિલાઓ પણ સામેલ છે. પોલીસે એક પુરુષ અને બે મહિલા નક્સલવાદીઓના મૃતદેહ કબજે કર્યા છે. ગઢચિરોલી મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાંનો એક છે. લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કામાં અહીં મતદાન થયું છે. ગોળીબાર બંધ થયા બાદ સુરક્ષા દળોએ સ્થળ પરથી એક AK-47 રાઈફલ, એક કાર્બાઈન ગન અને એક ઈન્સાસ રાઈફલ જપ્ત કરી છે.

પોલીસ અધિક્ષક નીલોત્પલે કહ્યું કે, નક્સલવાદીઓના પેરીમિલી દલમના કેટલાક સભ્યોએ પોતાના ચાલી રહેલા ટેક્ટિકલ કાઉન્ટર ઓફેન્સિવ ઓપરેશન (TCOC)ના સમયગાળા દરમિયાન વિધ્વંસક પ્રવૃત્તિઓને અંજામ આપવાના ઉદ્દેશ્યથી ભામરાગઢ તાલુકાના કટરાંગટ્ટા ગામ પાસે એક જંગલમાં પડાવ નાખ્યો હતો. 

જવાબી કાર્યવાહીમાં માર્યા ગયા નક્સલી

તેમણે કહ્યું કે, ગઢચિરોલી પોલીસની વિશેષ લડાયક શાખા C-60 કમાન્ડોની બે ટુકડીઓને તાત્કાલિક વિસ્તારમાં સર્ચ ઓપરેશન માટે મોકલવામાં આવી હતી. જ્યારે આ ટીમો સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી ત્યારે નક્સલવાદીઓએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેનો C-60 કમાન્ડોએ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, ગોળીબાર બંધ થયા બાદ સ્થળ પરથી એક પુરુષ અને બે મહિલા નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. તેમાંથી એકની ઓળખ પેરિમિલી દાલમના પ્રભારી અને કમાન્ડર વાસ તરીકે થઈ છે. 


Google NewsGoogle News