Get The App

EPFOનો મોટો નિર્ણય, હવે કર્મચારીઓ જાતે PF ઓનલાઈન ટ્રાન્સફર કરી શકશે

Updated: Jan 19th, 2025


Google NewsGoogle News
EPFOનો મોટો નિર્ણય, હવે કર્મચારીઓ જાતે PF ઓનલાઈન ટ્રાન્સફર કરી શકશે 1 - image


EPFO News | નિવૃત્ત થતાં કર્મચારીના પ્રોવિડન્ટ ફંડનું ખાતું પહેલી ઓક્ટોબરથી 2017થી કે તે પહેલાથી આધાર કાર્ડ સાથે લિન્ક થયેલું હશે તો તે ઓનલાઈન પ્રોસેસ કરીને તેના પ્રોવિડન્ટ ફંડના નાણાં તેની બેન્કના ખાતામાં જમા મેળવી શકશે.  ઇપીએફ ખાતાનું ઇ-કેવાયસી કરાવીને માલિકની દરમિયાનગીરીની  વગર ફક્ત આધાર ઓટીપી વડે તેમનું ઇપીએફ ભંડોળ ઓનલાઇન ટ્રાન્સફર કરી શકે છે.  નિવૃત્ત થતાં કર્મચારીઓ જૂની કંપનીના કે નવી કંપનીના માલિક પાસેથી તેને માટે મંજૂરી મેળવવાની જરૂર રહેશે નહિ. હા તેના આધારકાર્ડમાં અને કંપનીમાં રજિસ્ટર થયેલા નામ, જન્મતારીખ કે પછી જાતિ(સ્ત્રી કે પુરુષ)માં કોઈ ફેરફાર નહિ દેખાય તો તેમની ઓનલાઈન અરજીને પ્રોવિડન્ટ ફંડ કચેરી માન્ય કરી દેશે.

પ્રોવિડન્ટ ફંડની રકમ ઉપાડવાની અરજી કર્યા પછી સાત જ દિવસમાં તેને માટેની માન્યતા મળી જશે. આ વ્યવસ્થા અમલમાં આવતા નિવૃત્ત થતાં કર્મચારીઓ પોતાની જૂની કે નવી કંપનીના એકાઉન્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને કે પછી કંપનીના માલિકોને વિનંતી કરતાં ફરવું પડશે નહિ. તેમની મંજૂરી લેવાની વ્યવસ્થા જ આ સાથે નીકળી જશે. પ્રોવિડન્ટ ફંડ કચેરીએ ૧૫મી અને ૧૬મી જાન્યુઆરીએ કરેલા બે પરિપત્રને કારણે આ શક્ય બન્યું છે. તેથી જ પ્રોવિડન્ટ ફંડના નાણાં છૂટા કરાવવા માટે કંપનીના એકાઉન્ટ ડિપાર્ટમેન્ટને પ્રોસેસ કરાવીને કંપનીના માલિકની સહી મેળવવાની જફા કરવી પડશે નહિ. તેમ જ પ્રોવિડન્ટ ફંડના અધિકારીઓ પાસે આંટાફેરા કરવાની ફરજ પડશે નહિ. આમ બે પરિપત્ર કરીને પ્રોવિડન્ટ ફંડના નાણાં મેળવી લેવાની સમગ્ર પ્રક્રિયાને આ સાથે જ સરળ બનાવી દેવામાં આવી છે. 

બીજું, ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ કામ કરતાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની સૂચનાથી 15મી જાન્યુઆરીએ  બહાર પાડેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે કોઈપણ કર્મચારી નોકરી બદલશે તો તેના પ્રોવિડન્ટ ફંડની રકમ એક કંપનીના ખાતામાંતી બીજી કંપનીના પ્રોવિડન્ટ ફંડના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર મેળવી શકશે. અત્યારે કર્મચારીઓ તેના જૂનેી કે નવી કંપનીમાંથી પ્રોવિડન્ટ ફંડ ટ્રાન્સફર કરી આપવાની અરજી મૂકવી પડે છે. આ અરજી કરે તે પછી એક સમાન યુએએન નંબર ધરાવતા ખાતાઓમાં ફંડને ટ્રાન્સફર કરવા માટે પહેલી ઓક્ટોબર 2017થી કર્મચારીઓના આધારકાર્ડને તેના યુએએન નંબર સાથે જોડી દેવામાં આવ્યો હોય તો તે ફંડ સરળતાથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરાવી શકશે.

પહેલી ઓક્ટોબર 2017પહેલા યુએએન નંબર મેળવનારા કર્મચારીઓએ તેમના યુએએન નંબર સાતે આધારકાર્ને લિન્ક ન કરાવ્યો હોય તો તેને આધારકાર્ડ સાથે લિન્ક કરાવવો પડશે. ત્યારબાદ જ તેઓ ઓનલાઈન ફંડ ટ્રાન્સફર માટે અરજી કરી શકશે. હા, આ વ્યવસ્થા હેઠળ કર્મચારીનું નામ, જન્મતારીખ અને પુરુષ છે કે સ્ત્રી છે તેની (જાતિ)ની વિગતોની ચકાસણી કરવામાં આવશે. કોઈ કર્મચારીના બે અલગ અલગ યુએએન નંબર પડયા હોય તો તેવા સંજોગોમાં બેમાંથી એક યુએએન નંબર પહેલી ઓક્ટોબર 2017પહેલા ફાળવવામાં આવેલો હોવો જરૂરી છે. હા, તે એક સરખા આધારકાર્ડ નંબર સાથે જોડાયેલા હોવા જરૂરી છે. તેમ જ તેમાં જન્મતારીખ પણ એક સમાન અને તે વ્યક્તિ પુરુષ છે કે સ્ત્રી છે તે વિગત પણ એક સરખી હોવી જરૂરી છે. 

વિગતોમાં તફાવત હશે તો  પછી નિયમિત પ્રક્રિયા કરવી પડશે.16મી જાન્યુઆરીએ કરેલા બીજા પરિપત્રના માધ્યમથી જોઈન્ટ ડિક્લેરેશન માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરવામાં આવી છે.તેમાં પ્રોવિડનટ ફંડ ધારકના યુએએન નંબરને 1 ઓક્ટોબર 2017 પહેલા અને  1 ઓક્ટોબર 2017 પછી આધારકાર્ડ સાથે લિન્ક કરવામાં આવ્યા છે કે કેમ તેને આધારે તેને અલગ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. તેમાં યુઆઈડીએઆઈ એ તેન નામ, જન્મતારીખને કે પછી આધારકાર્ડ નંબરને સમર્થન આપવું પડશે.પ્રોવિડન્ટ ફંડના સભ્ય હોય પણ તેનો યુએએન આધાર સાથે લિન્ક ન થયો હોય તેવા કિસ્સામાં  અથવા તો મૃત્યુ પામેલા કર્મચારીનો યુએએન નંબર હોય તો પ્રોવિડન્ટ ફંડની રકમ માટે ક્લેઈમ મૂકનારે રૂબરૂ પ્રોવિડન્ટ ફંડ કચેરીમાં જવું પડશે. મૃતકની પ્રોવિડન્ટ ફંડની રકમ પર દાવો કરનારાઓએ કોઈ એક ઓથોરિટીએ એટેસ્ટ કરેલું જોઈન્ટ ડિક્લેરેશન રજૂ કરવં પડશે. પ્રોવિડન્ટ ફંડના ક્લેઈમન્ટે -દાવેદારે નિયમ ના પેરાનંબર ૭૦માં દર્શાવેલી ઇપીએફ સ્કીમ 1952માં કરવામાં આવેલી જોગવઆી પ્રમાણે જોઈન્ટ ડિક્લેરેશન પર સહી કરેલી હોવી જરુરી છે. આ પ્રક્રિયા હેઠળ આધારકાર્ડના ડેટા સાથે મેચિંર ડેટા નહિ હોય તો પણ ચલાવી લેવામાં આવશે 

- પ્રોવિડન્ટ ફંડ માટેનો ક્લેઈમ મૂકતી વેળાએ ડિજિલોકરમાંથી કે અન્ય કોઈ રીતે પીડીએફ સ્વરૂપમાં અરજી અને તેને સમર્થન આપતા દસ્તાવેજો અપલોડ કરવા પડશે. ડિજિલોકરના માધ્યમથી અરજી અપલોડ કરવાની વ્યવસ્થા ટૂંક સમયમાં દાખલ કરી દેવામાં આવશે. ઓનલાઈન એરજી સાથે પીડીએફ કરેલા દસ્તાવેજો રજૂ કરવા પડશે. ઍરજદોરર પાસેથી માગવામાં આવેલા દસ્તાવેજોમાંથી કોઈપણ બે દસ્તાવેજો રજૂ કરવા પડશે.


Google NewsGoogle News