'નોકરી કરનારા અને શોધનારા જલદીથી શીખી લે આ વસ્તુ, નહીંતર...' નાણામંત્રી કેમ આવું બોલ્યાં

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
'નોકરી કરનારા અને શોધનારા જલદીથી શીખી લે આ વસ્તુ, નહીંતર...' નાણામંત્રી કેમ આવું બોલ્યાં 1 - image


Image Source: Wikipedia 

નવી દિલ્હી, તા. 03 ફેબ્રુઆરી 2024 શનિવાર

જો તમે પણ નોકરી શોધી રહ્યા છો તો નાણા મંત્રી નિર્મલા સીતારમણે તમારા માટે કામની સલાહ આપી છે. વિશ્વભરમાં જોબ માર્કેટ પર અત્યારે ગ્લોબલ સ્લોડાઉન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ખૂબ અસર જોવા મળી રહી છે. આ વર્ષની શરૂઆતથી સતત થઈ રહેલી છટણીઓમાં આને સ્પષ્ટ જોઈ શકાય છે. દરમિયાન નાણા મંત્રીની સલાહ ખૂબ કામની છે.

જોબ માર્કેટ પર થઈ રહી છે અસર

નાણા મંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ 2024 રજૂ કર્યા બાદ એક ઈન્ટરવ્યૂ દરમિયાન સ્વીકાર કર્યો કે અત્યારે વિશ્વભરમાં ચાલી રહેલી આર્થિક મંદી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી નવી તકનીકોના કારણે જોબ માર્કેટ પર ઊંડી અસર થઈ રહી છે. આના પહેલાથી જ નોકરી કરી રહેલા લોકો અને હજુ નોકરી શોધી રહેલા લોકો બંને પ્રભાવિત થઈ રહ્યા છે. સ્કિલ્ડ જોબ અને હાયરિંગ બંને ઉપર બરાબર અસર થઈ રહી છે.

નવી બાબતો શીખવાની જરૂર

તેમણે કહ્યુ કે ઝડપથી બદલાઈ રહેલી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા નોકરી કરી રહેલા લોકોને નવી વસ્તુઓ શીખવાની જરૂર છે. તેમની પાસે પહેલેથી સ્કિલ છે પરંતુ તે જૂની થઈ રહી છે. હવે તેમને નવી સ્કિલની જરૂર છે કેમ કે હવે એવી પરિસ્થિતિઓ અને જરૂરિયાતો સામે આવી રહી છે જેનું અત્યાર સુધી અસ્તિત્વ નહોતુ. આ રીતે નવા રિક્રૂટ્સ માટે પણ નોકરીની જરૂરિયાત બદલાઈ રહી છે.

આ રીતે સરકાર મદદ કરી રહી છે

નાણા મંત્રીએ જણાવ્યુ કે સરકાર આ પરિવર્તનોની વચ્ચે લોકોની મદદ કરવાનો પ્રયત્ન કરી રહી છે. કેન્દ્ર સરકાર સતત નવી ઝુંબેશ શરૂ કરી રહી છે અને નવા કાર્યક્રમ લાવી રહી છે. જેથી લોકોને પોતાની સ્કિન સારી બનાવવા અને નવી સ્કિલ શીખવામાં મદદ મળી શકે. નવી વસ્તુઓ શીખવાથી લોકો બદલાતી પરિસ્થિતિઓમાં નોકરી મેળવવા માટે પહેલેથી વધુ તૈયાર થઈ જશે અને નોકરી માટે અવસરોનો લાભ ઉઠાવી શકશે.

આટલા યુવાનોને તાલીમ મળી

નાણા મંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ સંસદમાં વચગાળાનું બજેટ 2024 રજૂ કર્યુ. બજેટ રજૂ કરતી વખતે તેમણે જણાવ્યુ કે સરકારે સ્કિલ ઈન્ડિયા મિશન દ્વારા અત્યાર સુધી 1.4 કરોડ યુવાનોને તાલીમ આપી છે. આ સિવાય 54 લાખ યુવાનોની સ્કિલને શ્રેષ્ઠ બનાવી છે અને તેમને નવી સ્કિલ શીખવાડી છે. સરકારે આ માટે 3000 ITI, 7 IIT, 16 IIIT, 15 AIIIM અને 390 યુનિવર્સિટીઓની સ્થાપના કરી છે.


Google NewsGoogle News