Get The App

મુખ્ય ચૂંટણી કમિશનરનો આબાદ બચાવ, ખરાબ હવામાન વચ્ચે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ -

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
મુખ્ય ચૂંટણી કમિશનરનો આબાદ બચાવ, ખરાબ હવામાન વચ્ચે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ - 1 - image


Image Source: Twitter

Emergency Landing Of Chief Election Commissioners Helicopter: મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના હેલિકોપ્ટરનું ઉત્તરાખંડના પિથોરાગઢમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ખરાબ હવામાનના કારણે તેમના હેલિકોપ્ટરને મુનસ્યારીના રાલમમાં લેન્ડિંગ કર્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનરનું હેલિકોપ્ટર મિલમ તરફ જઈ રહ્યું હતું. તેમની સાથે રાજ્યના નાયબ મુખ્ય ચૂંટણી અધિકારી વિજય કુમાર જોગદંડે પણ હાજર હતા.



મુખ્ય ચૂંટણી કમિશનરનો આબાદ બચાવ

ખરાબ હવામાનના કારણે આ ઘટના બપોરે 1:00 વાગ્યે બની હતી. ડીએમએ સીઈસી રાજીવ કુમાર સાથે વાત કરી, તેઓ સુરક્ષિત અને સ્વસ્થ છે.  

આ પણ વાંચો: એર ઇન્ડિયા બાદ ઇન્ડિગોના 2 વિમાનને બોમ્બ વિસ્ફોટ દ્વારા ઉડાવી દેવાની ધમકીથી હડકંપ

તમને જણાવી દઈએ કે, એક દિવસ પહેલા જ એટલે કે, 15 ઓક્ટોબરના રોજ મુખ્ય ચૂંટણી કમિશનરે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી છે. આ દરમિયાન તેમણે EVM સાથે સબંધિત સવાલો પર પણ જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, હરિયાણા ચૂંટણીમાં EVMને લઈને જે ફરિયાદો આવા છે, તેનો જવાબ આપીશું. દરેક ફરિયાદનો જવાબ લેખિતમાં આપવામાં આવશે. EVM એક વાર નહીં પણ અનેક વખત ચેક કરવામાં આવે છે. 


દેશના 25મા મુખ્ય ચૂંટણી કમિશનર

તમને જણાવી દઈએ કે, રાજીવ કુમાર દેશના 25મા મુખ્ય ચૂંટણી કમિશનર છે. તેઓ 1 સપ્ટેમ્બર 2020થી ચૂંટણી કમિશનર તરીકે ચૂંટણી પંચનો હિસ્સો છે. તેમણે 15 મે 2022ના રોજ ચાર્જ સંભાળ્યો હતો અને 18 ફેબ્રુઆરી 2025 સુધી આ પદ સંભાળશે. બંધારણ પ્રમાણે ચૂંટણી કમિશનરનો કાર્યકાળ છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધીનો હોય છે.

આ પણ વાંચો: પેજર બ્લાસ્ટ થઈ શકે તો EVM કેમ હેક ના થઈ શકે ? કોંગ્રેસ નેતાના સવાલ પર ચૂંટણી પંચે આપ્યો જવાબ


Google NewsGoogle News