Get The App

ઈરાકથી બેજિંગ જઈ રહેલી ફ્લાઇટનું કોલકાતામાં ઇમરજન્સી લેન્ડિંગ, 100 મુસાફરો હતા સવાર

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
ઈરાકથી બેજિંગ જઈ રહેલી ફ્લાઇટનું કોલકાતામાં ઇમરજન્સી લેન્ડિંગ, 100 મુસાફરો હતા સવાર 1 - image


Iraqi Airways Flight Emergency Landing in Kolkata: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ ફ્લાઇટ ઈરાકથી બેજિંગ જઈ રહી હતી. રસ્તામાં એક યાત્રીની તબિયત લથડતાં આ ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ગુરુવારે સવારે ફ્લાઇટ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર લેન્ડ થઈ હતી. આ પ્લેનમાં 15 ક્રૂ મેમ્બર્સ ઉપરાંત 100 પેસેન્જર્સ સવાર હતા.

1 કલાકમાં બેજિંગ પહોંચવાની હતી

મીડિયા અહેવાલ પ્રમાણે 100 મુસાફરોથી ભરેલી ફ્લાઇટ ચીનની રાજધાની બેજિંગ જઈ રહી હતી. ફ્લાઇટ 1 કલાકમાં બેજિંગમાં લેન્ડ થવાની હતી. પરંતુ તે પહેલાં જ પ્લેનમાં સવાર એક મુસાફરની તબિયત ખરાબ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં પાયલટને પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. પ્લેનનું કોલકાતામાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

શું હતો સમગ્ર મામલો?

બીમાર પેસેન્જરનું નામ દેકન સમીર અહેમદ છે. ફ્લાઇટમાં બેઠેલા સમીરની તબિયત અચાનક લથડી ગઈ હતી. આવી સ્થિતિમાં સવારે 10:18 વાગ્યે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઍરપૉર્ટ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (APHO)એ આ મામલે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે ફ્લાઇટમાં તેમનો પલ્સ રેટ નોંધપાત્ર રીતે ધીમો પડી ગયો હતો. આવી સ્થિતિમાં ઇમરજન્સી લેન્ડિંગ બાદ તેમને પ્લેનમાંથી ઉતાર્યા બાદ સારવાર માટે હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

97 પેસેન્જર્સ સાથે ઉડાન ભરી

ફ્લાઇટમાં 100 પેસેન્જર્સ અને 15 ક્રૂ મેમ્બર હાજર હતા. સમીર અને તેના પરિવારને કોલકાતા ઍરપૉર્ટ પર ઉતારવામાં આવ્યા. ત્યારબાદ 97 પેસેન્જર્સ સાથે ફ્લાઇટે ફરીથી 1:50 વાગ્યે બેજિંગ માટે ઉડાન ભરી હતી.


Google NewsGoogle News