યુટ્યુબર એલ્વિશ યાદવ ફરી ફસાયો, હવે આ મામલે થઈ શકે છે ધરપકડ
Complaint Against Elvish Yadav: જાણીતા યુટ્યુબર એલ્વિશ યાદવને પાંચ દિવસ જેલમાં રહ્યા બાદ 22મી માર્ચે જામીન આપવામાં આવ્યા હતા. સાપના ઝેરની ખરીદી અને વેચાણના કેસમાં એલ્વિશની નોઈડા પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે આજે (શનિવાર) એલ્વિશ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. એલ્વિશની સાથે ગાયક રાહુલ યાદવ ઉર્ફે ફઝીલપુરિયા સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.
આ વખતે મામલો શું છે?
અહેવાલો અનુસાર, હરીયાણામાં ગુરુગ્રામના બાદશાહપુર પોલીસ સ્ટેશનમાં શનિવારે એલ્વિશ યાદવ અને ગાયક ફાઝિલપુરિયા સામ ફરિયાદ નોંધાઈ હતી. 32 બોર ગીતના શૂટિંગ દરમિયાન ગેરકાયદે સાપનો ઉપયોગ કરવા અને અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ આ બંને સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ગુરુગ્રામ પોલીસે જણાવ્યું કે, 'એલ્વિશ અને ફાઝિલપુરિયા સામે આઈપીસીની કલમ 294 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.'
એલ્વિશને બે વખત જામીન મળ્યા
નોઈડા પોલીસે 17 માર્ચે એલ્વિશ યાદવની ધરપકડ કરી હતી. કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. એલ્વિશ પાંચ દિવસ સુધી નોઈડાની લક્સર જેલમાં બંધ રહ્યો ત્યાર બાદ તેને જામીન મળી ગયા. આ પછી તેને સાગર ઠાકુર (મેક્સટર્ન) પર હુમલાના કેસમાં ગુરુગ્રામ કોર્ટમાંથી જામીન પણ મળી ગયા. આવી સ્થિતિમાં એલ્વિશને બે દિવસમાં બે વખત જામીન મળ્યા હતા. પરંતુ હવે તેની સામે નવો કેસ નોંધવામાં આવ્યો છે. આ વખતે શૂટિંગ દરમિયાન સાપનો ઉપયોગ કરવા અને અપશબ્દોનો ઉપયોગ કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે.