અમે ભારત સરકારના આદેશ બાદ કેટલાક પોસ્ટ-એકાઉન્ટ બ્લોક કર્યા, મસ્કની કંપની Xનો દાવો

ભારત સરકારના આદેશનું પાલન કરી એક્સે કહ્યું, અમે આ કાર્યવાહીથી અસહમત છીએ

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
અમે ભારત સરકારના આદેશ બાદ કેટલાક પોસ્ટ-એકાઉન્ટ બ્લોક કર્યા, મસ્કની કંપની Xનો દાવો 1 - image

X Blocks Accounts, Posts : ભારત સરકારના આદેશ બાદ ઈલોન મસ્ક (Elon Musk)ની માલિકીની કંપની એક્સ પર કેટલીક પોસ્ટ અને એકાઉન્ટ ભારતમાં બ્લોક કરી દીધા છે. જો કે, આ કાર્યવાહી પછી પણ કંપનીએ ગ્લોબલ ગવર્નન્સ અફેર્સ એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને ભારત સરકારના આદેશ સાથે અસંમતિ વ્યક્ત કરી છે. 

એક્સ પોસ્ટ કરી ભારત સરકાર પર ગંભીર આક્ષેપ કર્યો

એક્સે ગ્લોબલ ગવર્નન્સ અફેર્સ એકાઉન્ટ દ્વારા એક પોસ્ટમાં જણાવ્યું છે કે, ‘ભારત સરકારે આદેશ આપ્યો છે કે, એક્સ કેટલાક એકાઉન્ટ અને પોસ્ટ પર કાર્યવાહી કરે. આ આદેશનું ઉલ્લંઘન દંડ અને કેદ સહિત સંભવિત દંડને પાત્ર છે. તેથી અમે આદેશ મુજબ માત્ર ભારતમાં જ કેટલાક એકાઉન્ટ અને પોસ્ટ બ્લોક કર્યા છે. જો કે અમે આ કાર્યવાહીથી અસહમત છીએ અને અમે માનીએ છીએ કે, અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સન્માન જાળવવું જોઈએ.’

એક્સે સરકારી આદેશને જાહેર કરવાની માંગ કરી

મસ્કની કંપનીએ અભિવ્યક્તિની સ્વતંત્ર એટલે કે ફ્રિડમ ઑફ એક્સપ્રેશનને ટાંકીને લખ્યું કે, ‘કેન્દ્ર સરકારના આદેશનું પાલન કરી કંપની માત્ર ભારતમાં જ આવા એકાઉન્ટ અને પોસ્ટને અટકાવશે.’ આ ઉપરાંત એક્સે કહ્યું કે, ‘કાયદાકીય જવાબદારીઓના કારણે અમે ભારત સરકારના આદેશને જાહેર કરવામાં અસમર્થ છીએ, પરંતુ યુઝર્સ વચ્ચે પારદર્શકતા જાળવવા અમારે આ કહેવું જરૂરી છે. આવી બાબત જાહેર ન કરવાથી જવાબદારીનો અભાવ ઉભો થઈ શકે છે અને મનમાની રીતે નિર્ણય લેવાયો હોય તેવી પણ સ્થિતિ ઊભી થઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે ગૃહમંત્રાલયની વિનંતી બાદ ખેડૂત આંદોલન (Farmers Protest) સંબંધિત 177 સોશિયલ મીડિયા એકાઉન્ટ અને વેબ લિંકને કામચલાઉ ધોરણે ‘બ્લોક’ કરવાનો આદેશ આપ્યો છે. ત્યારબાદ મસ્કની કંપની એક્સે આ કાર્યવાહી કરી હોવાનું કહેવાય છે.


Google NewsGoogle News