એલન મસ્કે લીધા મોટા એક્શન, ભારતના 2 લાખથી વધુ ફેક 'X' એકાઉન્ટ્સ કર્યા બંધ, જાણો કારણ
Elon Musk Action On X Accounts : જો તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X'નો ઉપયોગ કરો છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. હાલમાં એલોન મસ્કે બે લાખથી વધુ 'X' એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી કરી છે. 26 ડિસેમ્બરથી 25 જાન્યુઆરી વચ્ચે 2 લાખથી વધુ 'X' એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
2 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ
એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પરથી આ તમામ એકાઉન્ટ્સને બાળ જાતીય શોષણ અને બિન-સહમતિયુક્ત નગ્નતા જેવા મુદ્દાઓને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.
રિપોર્ટ અનુસાર, આ તમામ એકાઉન્ટ્સ એપની પોલિસીનું ઉલ્લંઘન કરતા હતા અને તેના પર અનેક પ્રકારની ખોટી ગતિવિધિઓ પણ કરવામાં આવી રહી હતી. આ સાથે 1945 એવા એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જે દેશમાં આતંકવાદને પ્રોત્સાહન આપતા હતા.
ફરિયાદના આધારે થઇ કાર્યવાહી
ફરિયાદોના આધારે ભારતમાં આ એકાઉન્ટ્સને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, 'X' ને 2525 ફરિયાદો મળી હતી, જેમાં વધુ પડતી એવી ફરિયાદો સામેલ હતી જે બેન ઉલ્લંઘન (967), ત્યારબાદ દુર્વ્યવહાર/ઉત્પીડન (684), સંવેદનશીલ એડલ્ટ કન્ટેન્ટ (363)થી સંબંધિત હતી.