VIDEO : વર્લ્ડ લીડર્સનો ફેશન શો, ઈલોન મસ્કે AI જનરેટેડ વીડિયો શેર કર્યો, તમે પણ હસી પડશો
Elon Musk Shows AI Fashion Show: ટેસ્લાના CEO ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોને મસ્કે કેપ્શન આપ્યું છે AI ફેશન શો. જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સહિત વિશ્વના ઘણા નેતાઓને બતાવવામાં આવ્યા છે.આ વીડિયોમાં જોઈ શકાય છે કે વિશ્વના નેતાઓએ અનોખા કપડાં પહેર્યા છે. સાથે જ તમામ નેતાઓ મોડલની જેમ રેમ્પ વોક કરી રહ્યા છે. નોંધનીય છે કે આ વીડિયોમાં નેતાઓ ઉપરાંત વિશ્વના દિગ્ગજ ઉદ્યોગપતિઓ બિલ ગેટ્સ અને ટિમ કૂક પણ નજર આવી રહ્યા છે. બીજી તરફ પોપ ફ્રાન્સિસ પણ એક અલગ જ અવતારમાં નજર આવી રહ્યા છે.
PM મોદી પરંપરાગત પોશાકમાં નજર આવ્યા
આ વીડિયોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરંપરાગત પોશાક પહેરેલા નજર આવી રહ્યા છે. આ સિવાય વ્લાદિમીર પુતિન એક લક્ઝરી બ્રાન્ડ LV ના લોગો વાળા ડ્રેસમાં નજર આવી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અમેરિકન પ્રમુખ જો બાઈડેન વ્હીલ ચેર પર એક સ્ટાઈલિશ સૂટ અને ચશ્મા પહેરેલા નજર આવી રહ્યા છે.
જસ્ટિન ટ્રૂડોનો અલગ અવતાર
બીજી તરફ ઈલોન મસ્ક એસ્ટ્રોનોટ વાળા સૂટમાં નજર આવી રહ્યા છે. સૂટ પર ટેસ્લાનો લોગો દેખાય રહ્યો છે. આ સિવાય ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ટેડી બિયર પ્રિન્ટેડ ડ્રેસમાં નજર આવી રહ્યા છે. તો કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોનો એક અલગ અવતાર જોવા મળી રહ્યો છે. વીડિયોમાં ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન પણ અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે.
અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામા લોન્ગ બ્લેક કોર્ટ અને બ્લેક ચશ્મામાં જોવા મળે છે. તો બીજી તરફ તેઓ બાસ્કેટબોલની જર્સીમાં પણ નજર આવી રહ્યા છે. એમેઝોનના CEO જેફ બેઝોસ અને એપલના CEO ટિમ કૂક પણ વીડિયોમાં નજર આવી રહ્યા છે.
નોંધનીય છે કે વીડિયોમાં સૌથી છેલ્લે માઈક્રોસોફ્ટના CEO બિલ ગેટ્સને બતાવવામાં આવ્યા છે, જેમાં તેઓ બ્લેક કલરના શૂટમાં નજર આવી રહ્યા છે. તેના હાથમાં એક પ્લેકાર્ડ છે, જેના પર લખ્યું છે, 'Runway of Power' પછી પ્લેકાર્ડ બ્લૂ સ્ક્રીન ઓફ ડેથમાં પરિવર્તિત થઈ જાય છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા સર્વર ડાઉન થવાના કારણે માઈક્રોસોફ્ટની સેવાઓ ઠપ થઈ ગઈ હતી. જેના કારણે વિશ્વભરની એરલાઈન્સ, એટીએમ, બેંકિંગ અને કોર્પોરેટ્સના કામને અસર થઈ હતી.