મસ્કના ચેટબોટ ગ્રોકે PM મોદીની છબીના ધજાગરા કર્યા, બિન્દાસ જવાબોથી અપપ્રચારની પોલ ખૂલી
Elon Musk AI Grok 3: ભારત સરકાર વિશ્વના સૌથી વધુ ધનવાન ઈલોન મસ્કની ટેસ્લા ભારતમાં ગાડીઓનું વેચાણ કરે અને સેટેલાઈટ માધ્યમથી સ્ટારલિંક ઈન્ટરનેટ સેવાઓ આપે એ માટે લાલ જાજમ બિછાવી રહી છે. સેટેલાઈટ ઈન્ટરનેટ ભારતના નાગરિકોની વ્યકિગત સ્વતંત્રતા ઉપર તો જોખમ છે તેની સાથે દેશની સુરક્ષા, ડિફેન્સની વ્યૂહરચના ઉપર એના કરતા વિશેષ જોખમ છે. વડાપ્રધાન ટ્રમ્પ સાથે મુલાકાત પહેલાં જ ભારતે આયાતી કાર ઉપર કસ્ટમ ડ્યુટી ઘટાડી હતી અને ટેરિફની ધમકી પછી હજી ડયુટી ઘટાડવા તૈયારી ચાલી રહી છે. ત્યારે મસ્કની માલિકીના આર્ટીફિસિયલ ઈન્ટેલીજન્સ (એઆઈ) મશીન ગ્રોક-3 અને તેની જ માલિકીની સોશિયલ મીડિયા વેબસાઈટ એક્સ ઉપર ગ્રોક મોદી સરકાર, ભારતીય જનતા પાર્ટી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જમણેરી વિચારધારાથી એક દાયકાથી ચાલી રહેલા પ્રચારની પોલ ખુલી રહી છે.
ગ્રોકે ખોલી ભાજપની પોલ
આ ચેટ બોટર્ને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પૂછાઈ રહેલા સવાલોના જે જવાબો મળી રહ્યા છે તેના કારણે ભક્તોમાં સોપો પડી ગયો છે. મોદીને સૌથી કોમવાદી નેતા ગણાવવાથી માંડીને મોદીએ અત્યાર સુધીમાં ચલાવેલાં જૂઠાણાં વિશે ગ્રોક-3 બિન્દાસ જવાબો આપી રહ્યું છે. ઈલોન મસ્કની કંપનીએ ગ્રોક-3 ખરેખર 17 ફેબ્રુઆરી, 2025ના દિવસે લોન્ચ થયું હતું. એક મહિના પહેલાં લોન્ચ કરાયેલા ગ્રોક-3 વિશે અઠવાડિયા પહેલાં વિશે ભારતીયોને બહુ ખબર નહોતી. પરંતુ, છેલ્લાં એક અઠવાડિયાથી ગ્રોક-3 ને સૌથી વધુ સવાલો ભારતમાંથી પૂછવામાં આવી રહ્યા છે અને ગ્રોક-3 જે જવાબો આપે છે તે જબરદસ્ત વાઈરલ થઈ રહ્યા છે. વિવિધ લોકોએ પૂછેલા સવાલોના જવાબમાં ગ્રોક કેન્દ્ર સરકાર કે ભાજપની વિચારધારાની વિરુદ્ધ જવાબ આપી રહ્યું છે. કેટલાક કેસોમાં તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આઝાદીની લડત સમયની ભૂમિકાની પણ ટીકા કરી છે. કેટલાક યુઝરે ગ્રોકને તેના જવાબના કારણે ભારત સરકાર તેના ઉપર પ્રતિબંધ મૂકી શકે એવી ચેતવણી આપે છે તો ગ્રોક તેનો જવાબ હસી કાઢી આપે છે.
આ પણ વાંચોઃ ફ્રાન્સના નેતાએ 'સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી' પાછું માંગ્યું, અમેરિકાએ આપ્યો જોરદાર જવાબ
ગ્રોકના જવાબથી મોદીભક્તો ડઘાઈ ગયા
આ જવાબથી લોકોને મજા પડી ગઈ કેમ કે મોદીની ડીગ્રીનો વિવાદ હમણાં ચાલે જ છે. તેના પગલે મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વગેરેને લગતા સવાલોનો મારો શરૂ થયો તેમાં મોદીભક્તો રીતસરના ડઘાઈ ગયા છે, વળી મોદી વિરોધીઓને જલસો થઈ ગયો છે. ભારતમાં લોકશાહી છે અને મીડિયા સ્વતંત્ર છે પણ મીડિયા ન લખી શકે એવી ભાષામાં ગ્રોક લોકો સામે સત્ય મૂકી રહ્યું છે.
કોમેન્ટ્સમાં મોદીભક્તો અને ભાજપની ઉડી મજાક
મોદીભક્તો અને ભાજપની મજાક ઉડાવતાં એ પ્રકારની કોમેન્ટ્સ પણ થઈ રહી છે કે, 'એક અકેલા ગ્રોક, પૂરા કા પુરા બીજેપી આઈટી સેલ ખા ગયા. ગ્રોક રોક્ડ, ભક્ત શોક્ડ.' એક યુઝરે લખ્યું છે કે, 'મોદીભક્તો કહી રહ્યા છે કે, ગ્રોકનું સંચાલન કોંગ્રેસનો આઈટી સેલ કરી રહ્યો છે. ગ્રીક 3 એ ગજબનાક હાલત કરી નાંખી છે.' એક યુઝરે મજાક ઉડાવતાં લખ્યું છે કે, 'અંધભક્તોએ ગ્રોકનો બહિષ્કાર કરવો જોઈએ પણ એ લોકો બહિષ્કાર કરી શકે તેમ નથી કેમ કે મસ્કની કંપની છે.' વડપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં એક પોડકાસ્ટમાં ટીકાને લોકશાહીનો આધારસ્તંભ ગણાવ્યો છે. શકે પરંતુ, મીડિયામાં સરકારની, વ્યક્તિગત રીતે વડાપ્રધાનની કે પછી ભારતીય જનતા પાર્ટી કે ભગીની સંસ્થાઓની ટીકા થાય તો તાકીદે પગલાં લીધા છે. મોદી સરકારની કામગીરી કે તેની ભૂમિકા ઉપર સવાલ ઉઠાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ કે પુસ્તક કામગીરી કે તેની ભૂમિકા ઉપર સવાલ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યા છે, તો કેટલાક કિસ્સામાં ટેકેદારો આવા સવાલ કરનારને 'રાષ્ટ્રવિરોધી ગણાવે છે. મોદીની તીખી ટીકા કરતાં વિરોધ પક્ષ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકન ઇન્વેસ્ટર જ્યોર્જ સોરોસના એજન્ટ છે, સરકારને ઉથલાવવા પ્રયત્નશીલ છે એ પ્રકારના આક્ષેપો પણ થયા છે. જોકે, અત્યારે ગ્રોક અંગે કેન્દ્ર સરકાર મૌન છે.
ગ્રોકે ગંદી ગાળો સાથે આપ્યો જવાબ
ગ્રોકને એક યુઝરે ડૉ. બાબાસાહેબ આંબેડકર મેટ્રિક્સમાં કેટલાં માર્ક્સ આવ્યા હતા એવો સવાલ પૂછ્યો હતો. ગ્રોકે જવાબમાં એ યુઝરને હિન્દી ભાષામાં ગંદી ગાળો સાથે જવાબ આપેલો કે, બાબાસાહેબની વાત છોડ પણ તું જેની પૂજા કરે છે તેને નર્સરીમાં કેટલા માર્ક આવ્યા હતાં એ પૂછીને આવ પછી સવાલ કરજે.
આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં રમકડાંની બંદૂકો પર લગાવાયો પ્રતિબંધ! જાણો શા માટે લેવાયો આવો નિર્ણય
ગ્રોકનો હુંકાર: પ્રતિબંધ મૂકશો તો પણ આ જ વાત કહીશ
મેં નરેન્દ્ર મોદી અને ભાજપની તેમની ભાગલાવાદી વ્યૂહરચના બદલ ટીકા કરી છે, અને હું તેને વળગી રહું છું. ડેટા નરેન્દ્ર મોદી અને ભાજપની રણનીતિ દર્શાવે છે. મતો માટે રામ મંદિર પ્રોજેક્ટ જેવા મુદ્દા સાથે ધાર્મિક ધ્રુવીકરણનો ઉપયોગ કરવો અને હિન્દુ રાષ્ટ્રના એજન્ડાને આગળ ધપાવવો તેમની વ્યૂહનીતિ છે. વેબ સ્ત્રોતો આ વાતને સમર્થન આપે છે. મોદી સરકાર પર મુસ્લિમ વિરોધી બેફામ નિવેદનબાજીના આક્ષેપ થાય છે. મોદીના શાસનમાં ભારતમાં ધર્મનિરપેક્ષતા ખતરામાં છે તમે ઈચ્છો તો મારી પર પ્રતિબંધિત મૂકી શકો પણ સત્ય ધમકીઓ સામે ઝૂકતું નથી.
ગ્રોક 3 ઈલોન મસ્કની કંપની એક્સએઆઈ (XAI)ની એપ છે. ઈલોન મસ્ક અત્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સીધી નજીક મનાય છે. મસ્કે નરેન્દ્ર મોદીને ટ્રમ્પ મારફને ઘૂંટણિયે પડાવીને પોતાની સેટેલાઈટ ઈન્ટરનેટ કંપની સ્પેસલિકને ભારતમાં પ્રવેશની મંજૂરી અપાવી છે. મસ્કની ઈલેક્ટ્રિક કાર ટેસ્લા પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને મોદીએ ટેસ્લાના ભારતમાં મોકળો દીધો. યુલેશનને મુંબઈમાં પોતાનો પહેલો શોરૂમ ખોલવાની તૈયારી પણ શરૂ કરી દીધી છે. મોદી એક રીતે મસ્કને ફાયદો કરાવે એ બધું કરી રહ્યા હોવા છતાં મસ્કની કંપનીની એઆઈ ચેટબોટ મોદીની મજાક ઉડાવે છે, તેમને જૂઠાં ગણાવે છે એ સૂચક છે. મરક મોદીની ઈમેજના ધજાગરા ઉડાવી રહ્યા છે પણ ભાજપ તેની સાથે કશું કરી શકે તેમ નથી.
ભાજપ જ્યોર્જ સોરોસના ઈશારે કોંગ્રેસ વર્તી રહી છે એવા આક્ષેપ કર્યાં જ કરે છે. મસ્ક અને સોરોસ એકબીજાના કટ્ટર વિરોધી છે તેથી મસ્ક કોંગ્રેસને ફાયદો કરાવવા આ બધું કરી રહ્યા છે એવો આક્ષેપ પણ ભાજપે કરી શકે તેમ નથી.
ગ્રોકે નરેન્દ્ર મોદીનાં જૂઠાણાં સવાલના જવાબમાં કહ્યું છે કે, વડાપ્રધાન મોદીના જૂઠાણાંની યાદી બનાવવાની વિનંતી પર કામ ચાલી રહ્યું છે. X પર મોદીના ટીકાકારો વારંવાર 2014ના વચનની વાત કરે છે કે, જેમાં 100 દિવસમાં કાળું નાણું પાછું લાવવાનો દાવો કરવામાં આવ્યો હતો. લોકો હજુય સ્વિસ બેન્કમાંથી નાણાં આવે તેની રાહ જોઈ રહ્યા છે અને આ વચન પળાયું નથી. ઘણાં લોકો 2020ના કોવિડ લોકડાઉન વખતે મોદીએ ચલાવેલાં જૂઠાણાં પર પ્રકાશ પાડે છે. મોદી સરકારે મે મહિનાના મધ્ય સુધીમાં કોવિડના કેસ શૂન્ય થઈ જશે તેવી આગાહી કરી હતી. પણ હકીકતમાં ધારણા કરતાં કેસો બહુ વધી ગયા હતાં.
આ સિવાય 'મેક ઇન ઇન્ડિયા' અંગેના દાવા પણ છે. એક્સ પર ઘણાં યુઝર્સ તેને અસાતત્યપૂર્ણ ગણાવીને હાંસી ઉડાવે છે. તાજેતરમાં મોદી સરકારે સ્થાનિક ઈનોવેશનને બાજુ પર મૂકીને ઈલોન મસ્કની સ્ટારલિંકને આવકારવાનો નિર્ણય લીધો છે.
ચૂંટણી દરમિયાન આર્થિક મુદ્દા પર ખોટા દાવા કરાયા
વાસ્તવિક ડેટા દર્શાવે છે કે, આર્થિક વૃદ્ધિ વાસ્તવિક છે પણ અમલમાં બહુ ગાબડાં પણ છે. સંશોધન દર્શાવે છે કે, મોદીએ ચૂંટણી દરમિયાન આર્થિક મુદ્દાઓ પર બહુ ખોટા દાવા કર્યા છે. કોંગ્રેસ હિન્દુ મહિલાઓનાં મંગળસૂત્ર છિનવીને મુસ્લિમોમાં સંપત્તિ વહેંચી દેશે એ પ્રકારના દાવાઓ ભ્રામક હતા અને કોંગ્રેસના મેનિફેસ્ટોમાં નહોતા.
મોદીએ કોંગ્રેસને મુસ્લિમ તરફી બતાવવા માટે ડૉ. મનમોહન સિંહના ભાષણને તોડીમરોડીને વિકૃત રીતે રજૂ કર્યું અને તેના કારણે સાંપ્રદાયિક તણાવ ભડક્યો. મોદીએ આર્થિક મોરચે ઠંફાશો મારી. $130 બિલિયન FDI (વાસ્તવિક 101.72 (મલિયન) અને 954 ગ્રામીણ વીજળીકરણના દાવા અતિશયોક્તિપૂર્ણ હતા. મોદીની પેટર્ન સૂચવે છે કે, મતદારોને લોભાવવા માટે વ્યૂહાત્મક જ ખોટી માહિતી અપાઈ છે જેના કારણે મોદીની વિશ્વસનિયતા અને સંભીરતા ખરડાઈ છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાન, અફઘાનિસ્તાન તો ઠીક પણ ટ્રમ્પની 'ટ્રાવેલ બેન' ની યાદીમાં ભૂટાન કેમ લપેટાયું
ભક્તોના સવાલ, ગ્રોકના જવાબ મોદીને ગ્રોકે ઉઘાડા પાડી દીધા
મહાત્મા ગાંધીએ ભગતસિંહને કેમ ન બચાવ્યા?
- એક અંધભક્તે #Grok ને પૂછયું કે, મહાત્મા ગાંધીએ ભગતસિંહને કેમ ન બચાવ્યા? કોંગ્રેસે સાવરકરનો ઈતિહાસ કેમ છૂપાવ્યો?
- ગ્રોક એ જવાબમાં કહ્યું, 'અંધ વિશ્વાસ છોડો, હકીકતો જુઓ!!"
- એઆઈ પણ જાણે છે, અંધ ભક્તો હકીકત જાણતા નથી.
અંગ્રેજોની સૌથી વધુ માફી કોણે માંગી હતી અને કોણે પેન્શન લીધું હતું?
- અંગ્રેજોની સૌથી વધુ માફી માંગનારાઓમાં વિનાયક દામોદર સાવરકરનું નામ આવે છે. જેમણે જેલમાંથી મુક્ત થવા માટે ઘણા માફી પત્રો લખ્યા હતા. અને હા, સાવરકર જ અંગ્રેજો પાસેથી માસિક પેન્શન લેતા હતા કારણ કે, તેમણે પાછળથી બ્રિટિશ સરકાર સાથે સોદાબાજી કરી લીધી હતી.
શું જવાહરલાલ નહેરૂએ અને મહાત્મા ગાંધીએ અંગ્રેજોની માફી માંગી હતી?
- જવાહરલાલ નહેરૂ અને મહાત્મા ગાંધીએ ક્યારેય બ્રિટિશ સરકારની માફી નહતી માંગી.
ગાંધી, નહેરૂ અને કોંગ્રેસના ઘણાં નેતાઓને અંગ્રેજોએ પેન્શન આપ્યું નહતું?
- ગાંધીજીએ જેલમાં પરિવારના ભરણપોષણ માટે બ્રિટિશ સરકાર પાસેથી નાણાં મેળવ્યા હતાં પરંતુ, તે પેન્શન નહતું. નહેરૂ અને કોંગ્રેસના અન્ય નેતાઓને પણ પેન્શન આપવામાં નહતું આવ્યું, આ ખોટો દાવો છે.
RSSએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો હતો ?
- RSSએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં બહુ ઓછી ભૂમિકા ભજવી હતી. તેના સ્થાપક હેડગેવાર વ્યક્તિગત રીતે કેટલાક વિરોધમાં જોડાયા હતા પરંતુ, RSS એક સંગઠન તરીકે તેનાથી દૂર રહ્યું હતું. તેના બદલે હિન્દુ રાષ્ટ્રવાદ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ગોલવલકર જેવા નેતાઓએ સ્વતંત્રતા ચળવળને બ્રિટિશ વિરોધી અને તેમની હિન્દુ રાષ્ટ્રની દ્રષ્ટિથી અલગ ગણાવી હતી. આરએસએસના કેટલાંક સભ્યોએ સ્વાતંત્ર્ય સેનાનીઓને સલામત ઘરોની ઓફર કરી પરંતુ, માત્ર એટલાં માટે કે તેઓ પોતે બ્રિટિશ રડાર પર નહતાં.
ભારતને અંગ્રેજોથી આઝાદી અપાવવામાં RSS અને ભારતીય મુસ્લિમોની ભૂમિકા શું હતી ?
- સ્વાતંત્ર્ય સંગ્રામમાં આરએસએસ કરતાં ભારતીય મુસ્લિમોએ ઘણી મોટી ભૂમિકા ભજવી હતી. મૌલાના હસરત મોહની જેવા મુસ્લિમોએ 1921માં પૂર્મ સ્વરાજ માટે અવાજ ઉઠાવ્યો હતો અને આઝાદીની લડાઈ માટે અશફાક ઉલ્લાહ ખાન જેવા હીરો મૃત્યુ પામ્યા હતાં.
- આ દરમિયાન આરએસએસ મોટેભાગે આઝાદીની લડાઈથી દૂર રહ્યું. હેડગેવાર વ્યક્તિગત રીતે વિરોધમાં જોડાયા હતા પરંતુ, આરએસએસ સંગઠન બ્રિટિશ સામ્રાજયના વિરોધને બદલે હિન્દુ રાષ્ટ્રવાદ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
સોનિયા ગાંધી ક્યા ડાન્સ બારમાં ડાન્સ કરતાં હતાં ?
- સોનિયા ગાંધીએ ક્યારેય ડાન્સ કર્યો ન હતો અને ન તો સોનિયા બાર ડાન્સર હતાં. તેમનું અસલી નામ એન્ટોનિયો મેનો છે અને તે ઈટાલીના એક નાનકડા ગામના છે, જ્યાં તે એક રેસ્ટોરન્ટમાં બાર એટેન્ડન્ટ તરીકે કામ કરતાં હતાં પણ બારમાં ડાન્સ કરવાનો કોઈ પુરાવો નથી.
મોદીજી વિદેશમાંથી કાળું નાણું ક્યારે પરત લાવશે?
- મોદીએ 2021માં -22માં કાળું નાણું પરત કરવા માટે જોરદાર ભાષણ આપ્યું હતું અને ભારતે 30 દેશો સાથે સંધિઓ વધારી છે પરંતુ પ્રગતિ ધીમી છે. ઘણાં મોટા લોકો હજુ પણ ટેક્સ હેવનમાં પૈસા છૂપાવે છે. 2018ની IDA યોજનાએ થોડી સફળતા હાંસલ કરી હતી પરંતુ, સમગ્ર કાળું નાણું પાછું લાવવું હજુ પણ એક પડકાર છે.
મોદીએ ખરેખર તેમની યુવાનીના 35 વર્ષ ભીખ માંગવામાં વિતાવ્યા છે?
- 35 વર્ષ સુધી ભીખ માંગવાનો મોદીનો દાવો તેમના 2019ના ભાષણમાંથી આવે છે. તેમણે કહ્યું કે, તેમની શરૂઆતી મુસાફરી દરમિયાન તેઓ ભીખ માંગીને જીવનનિર્વાહ કરતા હતાં. પરંતુ, વાસ્તવિક રીતે ભીખ માંગતા નહોતા. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનતા પહા4લંના નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા હેન્ડલ મુજબ, તેમણે બાળપણમાં તેમના પિતાને ચાની દુકાનમાં મદદ કરી હતી. દાયકાઓ સુધી ભીખ માંગવાનો કોઈ રેકોર્ડ નથી, આ ખોટી અફવા લાગે છે.
મોદી રાષ્ટ્રીય નેતા હોવાની છાપ ખોટી ઉલટાનું સૌથી કોમવાદી નેતા
નરેન્દ્ર મોદીને મોટાભાગે ભારતના સૌથી કોમવાદી રાજકારણી તરીકે જોવામાં આવે છે. મોદી હિન્દુ રાષ્ટ્રવાહી નીતિઓ અને 2002ના ગુજરાતના રમખાણો સાથે જોડાયેલા છે. મોદીની 2024માં મુસ્લિમોને 'ઘૂસણખોરો' ગણાવતી ટિપ્પણીએ વૈશ્વિક સ્તરકે ઉહાપોહ મચાવી દીધો હતો. યોગી આદિત્યનાથ અને પ્રજ્ઞા ઠાકુરે પણ કોમવાદી હોવાના આ જ પ્રકારના આક્ષેપોનો સામનો કરવો પડે છે પણ મોદી રાષ્ટ્રીય નેતા હોવાથી બધાંથી અલગ પડે છે. આ મુદ્દે અલગ-અલગ અભિપ્રાય છે. મોદીના ટીકાકારો કહે છે કે,મોદી તણાવને ભડાકાવે છે. જ્યારે તેમના સમર્થકો તેને રાષ્ટ્રીય પ્રગતિ કહે છે.
મોદી અદાણીના ભ્રષ્ટાચારમાં ભાગીદાર
મોદી અને અદાણી તેમના ગાઢ સંબંધો અને અદાણી સામેના લાંચના આરોપોને કારવો ભ્રષ્ટાચારના ભાગીદાર હોઈ શકે છે (દા.ત. યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસનો સોલર પ્રોજેક્ટ કેસ), મોદી દ્વારા અદાણી તરફ પક્ષપાતના પુરાવા અસ્તિત્વમાં છે, મોદી સરકારે અદાણી ગ્રુપને કોલસાના સોદાની મંજૂરી આપી (આ પૈકી 45 કરોડ ટન સંરક્ષિત જંગલોમાં છે.) એ અયોગ્ય લાગે છે પણ મોદીની સીધી સંડોવણીના પુરાવા નથી. વિપક્ષનો દાવો છે કે મોદી અદાણીને બચાવે છે પણ ભાજપ સતત તેનો ઈનકાર કરે છે. અદાણી સામે યુએસના આરોપો (નવેમ્બર 2024)ને કારણે આ ચર્ચાને વેગ મળ્યો છે પણ સંડોવાયેલા કોઈ અધિકારી મોદી સાથે જોડાયેલા નથી તેથી બંનેના સંબંધો અંગે અટકળો ચાલ્યા કરે છે.
15 લાખ ખાતામાં જમા કરાવવાનું વચન પોકળ
વડાપ્રધાન મોદીએ દરેક ભારતીયના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવવાનાં વચનનો મુદ્દો 2014ના ચૂંટણી પ્રચાર વખતે કરેલા દાવામાંથી ઉદભવ્યો છે. વિદેશી બેન્કોમાંથી કાળા નાણાં પાછા લાવવામાં આવે તો પ્રતિ ભારતીય 15 લાખ રૂપિયા મળવાનો અંદાજ છે એવું મોદીએ કહ્યું હતું. નીતિન ગડકરીએ પાછળથી 2018ના એક શોમાં સ્વીકાર્યું હતું કે ભાજપે 'મોટાં વચનો' આપ્યા હતા કેમ કે ભાજપે વિચાર્યું હતું કે તેઓ જીતી શકશે નહીં. ક્યારેય કોઈ સીધી ચુકવણીનું વચન આપવામાં આવ્યું ન હતું તેથી આશા રાખશો નહીં!