હવે મારી કંપનીઓ ભારતમાં કામ કરવા...' મોદીનું ફરી PM બનવાનું નક્કી થતાં ઈલોન મસ્ક શું બોલ્યાં?

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
હવે મારી કંપનીઓ ભારતમાં કામ કરવા...' મોદીનું ફરી PM બનવાનું નક્કી થતાં ઈલોન મસ્ક શું બોલ્યાં? 1 - image


Image Source: Twitter

Elon Musk Congratulates PM Modi: અબજોપતિ ઉદ્યોગપતિ અને ઈલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાના CEO ઈલોન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. મસ્કે કહ્યું કે, મારી કંપનીઓ ભારતમાં કામ કરવા ઉત્સુક છે. ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક ચૂંટણીમાં તમારી જીત બદલ અભિનંદન. મારી કંપનીઓ ભારતમાં કામ કરવા આતુર છે.

આ અગાઇ શુક્રવારે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. આ દરમિયાન રાષ્ટ્રપતિએ મોદીને વડાપ્રધાન પદ માટે નોમિનેટ કર્યા હતા. નરેન્દ્ર મોદી રવિવારે સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરવા માટે તૈયાર છે. મોદીના નેતૃત્વમાં NDAએ 543 લોકસભા બેઠકોમાંથી 293 બેઠકો પર જીત હાંસલ કરી છે.

તમને જણાવી દઈએ કે, ચૂંટણી પહેલા મસ્કે ભારતની મુલાકાતની જાહેરાત કરી હતી. જોકે, બાદમાં તેમણે પોતાનો ભારત પ્રવાસ ટાળી દીધો હતો.

ગત વર્ષે PM  મોદી સાથે એલોન મસ્કે કરી હતી મુલાકાત

ગત વર્ષે જૂનમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા ત્યાં ઈલોન મસ્કે તેમની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પોતાને મોદીના ફૈન ગણાવતા મસ્કે કહ્યું હતું કે, ટેસ્લા ભારતમાં રોકાણ કરશે. બીજી તરફ Tesla કંપની દ્વારા ગત વર્ષે જુલાઈમાં કહેવામાં આવ્યું હતું કે, અમે 24,000 ડોલરની કિંમત વાળી EVનું ઉત્પાદન કરવા માટે ભારતમાં ફેક્ટરી ખોલવામાં રસ ધરાવે છે.

એલોન મસ્કે સૌથી પહેલા 2019ની શરૂઆતમાં જ ભારતમાં રોકાણ કરવા માટે રસ દાખવ્યો હતો. જો કે, તેમણે હાઈ ઈમ્પોર્ટ ટેક્સ અંગે વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ ભારત સરકારનું સ્પષ્ટ કહેવું છે કે, જો ટેસ્લા ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે તો પછી કન્સેશન પર વિચાર કરવામાં આવશે. સરકારે ટેસ્લાને ભારતમાં ચીન નિર્મિક કાર વેચવાની મંજૂરી નથી આપી. સરકારે ઈલોન મસ્કની કંપનીને દેશમાં જ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા કહ્યું હતું જેથી ડોમેસ્ટિક સેલ અને એક્સપોર્ટ માટે પ્રોડક્શન થઈ શકે.



Google NewsGoogle News