ઈલોન પાસે એક જ સુટ હતો જે કાયમ પહેરતો, મસ્કના માતુશ્રી ગરીબીના દિવસો યાદ કરે છે
'ઈલોન શ્રીમંત કે અબજોપતિ માત્ર નથી, તે જીનીયસ છે'
મારકણા પતિથી છૂટાછેડા લઈને મસ્ક કેનેડા જતાં એકલે હાથે ત્રણ બાળકો ઊછેર્યા : તે પછી કાયદેસર યુ.એસ.માં સેટલ થયા
નવી દિલ્હી : વિશ્વમાં હજી સુધી કોઈ એક વ્યકિતએ પ્રાપ્ત કરેલ સંપત્તિ પૈકી સૌથી વધુ સંપત્તિ ૪૦૦ બિલિયન ડોલર્સ - પ્રાપ્ત કરનાર ઈલોન મસ્કનું કુટુંબ એક સમયે તો દારૂણ દારિદ્રયમાં ફસાયેલુ હતું. તે દિવસો યાદ કરતાં મસ્કના માતુશ્રીએ કહ્યું હતું કે, ઈલોન પાસે માત્ર એક જ સૂટ હતો. જે પહેરીને તે બેન્કમાં નોકરીએ જતો હતો. ૭૬ વર્ષના માજી વીતેલા વર્ષો વાગોળતા કહે છે, તેઓના પતિ સાઉથ આફ્રિકન એન્જિનિયર હતા. પરંતુ સ્વભાવે ઘણા ઉગ્ર હતા. મારઝૂડ પણ કરતા તેથી આખરે છૂટાછેડા લઈ તેઓ તેમના ૩ બાળકો સાથે કેનેડા પહોંચ્યા. જયાં એકલે હાથે તેઓએ તેમનાં ૩ બાળકોને ઉછેર્યાં. ત્યાં ઘણી ગરીબીનો સામનો કર્યો. આખરે મહા પ્રયત્ને તેઓને અમેરિકામાં વસવા માટેની વિધિસર પરવાનગી મળતાં તેઓ ત્રણે બાળકો સાથે અમેરિકામાં સ્થિર થયા. મસ્ક એકજ સૂટ પહેરતો બીજો હતો જ નહીં. તેણે કેનેડામાં બેન્કમાં નોકરી પણ લીધી હતી.
મેં મસ્કના જીવન-ચરિત્ર 'એ વૂમન મેઇકર એ પ્લાન, એડવાઈસ ફોર એ લાઈફ ટાઈમ ઓફ એડવેન્ચર બ્યુટી એન્ડ સકસેસ.
મે. મસ્ક યુવાનીમાં તો ઘણા સુંદર હતાં તેથી મોડેલ તરીકે પણ કામ કર્યું હતું. આજે તેઓ અબજોપતિ છે. એલન મસ્ક અંગે તેઓએ કહ્યું, એલન માત્ર શ્રીમંત કે અબજોપતિ નથી તે જીનીયસ છે.'