Get The App

સંસદમાં ધક્કામુક્કી: રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવી શકે છે પોલીસ, ઈજાગ્રસ્ત સાંસદોનું નિવેદન લેવાશે

Updated: Dec 20th, 2024


Google News
Google News
સંસદમાં ધક્કામુક્કી: રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવી શકે છે પોલીસ, ઈજાગ્રસ્ત સાંસદોનું નિવેદન લેવાશે 1 - image


Rahul Gandhi: સંસદ પરિસરમાં ગુરૂવારે સત્તા પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે થયેલી ધક્કા-મક્કી બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ફરિયાદોની તપાસ હવે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સોંપવાની તૈયારી ચાલી રહી છે. જણાવી દઈએ કે, ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભામાં ડૉ. ભીમરાવ આંબેડકર પર આપેલાં નિવેદન બાદ આ ઘટના બની હતી. ધક્કા મુક્કીમાં ભાજપના બે સાંસદ ઈજાગ્રસ્ત થયા હતાં. 

રાહુલ ગાંધી સામે નોંધાયો ગુનો

આ ઘટના બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં તેમના પર હુમલો, ઉશ્કેરણી અને હત્યાના પ્રયાસનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે ફરિયાદ નોંધાવ્યા બાદ મીડિયાને કહ્યું, 'અમે રાહુલ ગાંધીની સામે હુમલો અને ઉશ્કેરણી માટે દિલ્હીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમે વિસ્તારથી આ ઘટનાનું વર્ણન કર્યું છે. આ ઘટના મકર દ્વારની બહાર થઈ, જ્યાં એનડીએ સાંસદ શાંતિપૂર્વક વિરોધ-પ્રદર્શન કરી રહ્યા હતાં. અમે BNSની કલમ 109 (હત્યાનો પ્રયાસ), 115 (સ્વેચ્છાએ હાનિ પહોંચાડવી) , 117 (સ્વેચ્છાએ ગંભીર ઈજા પહોંચાડવી), 125 (બેદરકારીભર્યા કૃત્યથી અન્યની વ્યક્તિગત સલામતી કે જીવનને નુકસાન પહોંચાડવું) , 131 (હુમલો) અને 351 (ગુનાહિત ધાકધમકી) હેઠળ ફરિયાદ નોંધાવી છે. ભાજપની ફરિયાદના આધારે દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી છે.

આ પણ વાંચોઃ ધક્કામુક્કીમાં ઈજાગ્રસ્ત ભાજપ સાંસદ પર જયા બચ્ચનનો કટાક્ષ- આટલી સારી એક્ટિંગ કોઈ ના કરી શકે

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર સંસદ પરિસરમાં મારામારીના સંબંધમાં કેસ નોંધાયાના એક દિવસ પછી, પોલીસ શુક્રવારે બે ઘાયલ સાંસદોના નિવેદનો રેકોર્ડ કરે તેવી શક્યતા છે અને વિપક્ષના નેતાને પૂછપરછ માટે બોલાવી શકે છે. તેઓએ કહ્યું કે, દિલ્હી પોલીસ સંસદ સચિવાલયને પણ પત્ર લખે તેવી શક્યતા છે, જ્યાં કથિત ઘટના બની હતી તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવાની માંગ કરી હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ કેસને સ્થાનિક પોલીસમાંથી ક્રાઈમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવાનું પણ વિચારી શકે છે.

કોંગ્રેસે નોંધાવી ફરિયાદ

કોંગ્રેસે પણ સંસદ પરિસરમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુ ખડગે સાથે અભદ્રતાનો આરોપ લગાવતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસ સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું, 'કાલે જે પ્રકારે એક દલિત નેતાનું અપમાન કરવામાં આવ્યું અને આજે ધક્કો મારવામાં આવ્યો, આ બધું જ એક ષડયંત્ર છે.' કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીની બહેન અને વાયનાડથી સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપ નેતાની એફઆઈઆર ખોટી છે. 

આ પણ વાંચોઃ સંસદમાં બેગ પોલિટિક્સ: ભાજપ સાંસદ સારંગીએ પ્રિયંકા ગાંધીને આપ્યું '1984' લખેલું બેગ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે આરોપ લગાવ્યો કે, 'દિલ્હી પોલીસ એ જ કરશે, જે ગૃહ મંત્રી તેમને કહેશે. તમામે ડૉ. આંબેડકરની માફી માંગવાની વાત કરી હતી, પરંતુ આ ઘટનાને ભટકાવવા માટે આ તમામ યોજના ઘડવામાં આવી છે. આ એફઆઈઆર રાહુલ ગાંધીની સામે નહીં, ડૉ. આંબેડકરની સામે છે.'


Tags :
Delhi-PoliceRahul-GandhiParliament

Google News
Google News