Get The App

રાષ્ટ્રીય વયોશ્રી યોજનાનો લાભ કેવા વૃદ્ધોને મળી શકે છે? કેવી રીતે અરજી કરવી તે જાણો

આ યોજનાનો લાભ મેળવવા માટે, વ્યક્તિ ભારતીય નાગરિક હોવો જોઈએ

તેની આવક ઓછી હોવી જોઈએ અને સાથે વય મર્યાદા 60 વર્ષથી ઉપર રાખવામાં આવી છે

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
રાષ્ટ્રીય વયોશ્રી યોજનાનો લાભ કેવા વૃદ્ધોને મળી શકે છે? કેવી રીતે અરજી કરવી તે જાણો 1 - image


Rashtriya Vayoshri Yojana: ભારત સરકારે નાગરિકોના હિતોને ધ્યાનમાં રાખીને ઘણી યોજનાઓ શરૂ કરી છે, જેમાં બાળકોથી લઈને મહિલાઓ, યુવાનોથી લઈને વૃદ્ધો સુધી દરેકને સામેલ કરવામાં આવ્યા છે. આવી જ એક મહત્વની યોજના રાષ્ટ્રીય વયોશ્રી યોજના છે જે ગરીબ વરિષ્ઠ નાગરિકોને સહાય પૂરી પાડવાનું કામ કરે છે. આ યોજના હેઠળ વૃદ્ધોને તેમની આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે વ્હીલચેર નિશુલ્ક મેળવવામાં મદદ કરવામાં આવે છે.

કોણ કરી શકે છે અરજી?

વ્યક્તિ ભારતીય નાગરિક હોવી જોઈએ આ સાથે વય મર્યાદા 60 વર્ષથી ઉપર રાખવામાં આવી છે. તેમજ ગરીબી રેખાની નીચે આવતા લોકોને આ યોજનાનો લાભ મળે છે. તે માટે વ્યક્તિ પાસે BPL અથવા APL કાર્ડ હોવું જરૂરી છે. યોજના માટે અરજી કરતી વખતે, તેઓએ આધાર કાર્ડ, રેશન કાર્ડ, ઓળખ કાર્ડ, પેન્શન , વિકલાંગતાનો મેડીકલ રિપોર્ટ, મોબાઇલ નંબર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો સબમિટ કરવાનો રહેશે.

ક્યાંથી કરી શકાશે અરજી?

આ યોજનાના લાભો મેળવવા માટે, વ્યક્તિએ સમાજ કલ્યાણ વિભાગની વેબસાઇટની https://esamajkalyan.gujarat.gov.in/ની મુલાકાત લઈને અરજી કરવાની રહેશે. આ માટે વ્યક્તિએ રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું રહેશે. આ પછી તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને અરજી સબમિટ કરવાની રહેશે.

ગૌરવપૂર્ણ અને સક્ષમ જીવન જીવવા માટે છે આ યોજના 

આ યોજના એવા વરિષ્ઠ નાગરિકો માટે છે જેઓ આર્થિક રીતે નબળા છે અને જેઓ કોઈપણ કારણોસર તેમની જરૂરિયાતો પૂરી કરવામાં અસમર્થ છે. આ યોજના દ્વારા, સરકાર તેમને વિવિધ સહાય અને આવશ્યક ચીજવસ્તુઓની સંપૂર્ણ નાણાકીય સહાય પૂરી પાડે છે, જેથી તેમનું જીવન સુરક્ષિત અને આરામદાયક બની શકે. વૃદ્ધ નાગરિકોને ગૌરવપૂર્ણ અને સક્ષમ જીવન જીવવાની તક પૂરી પાડવાના હેતુથી સરકારે આ યોજનાની શરૂઆત કરી છે. 

રાષ્ટ્રીય વયોશ્રી યોજનાનો લાભ કેવા વૃદ્ધોને મળી શકે છે? કેવી રીતે અરજી કરવી તે જાણો 2 - image


Google NewsGoogle News