VIDEO: મંદિરના ઉત્સવમાં હાથીએ તોફાન મચાવ્યું, માણસોને રમકડાંની જેમ ઉછાળ્યાં, 20ને ઈજા
People Injured After Elephant Turned Violent: કેરળના એક મંદિરમાં હાથીએ અચાનક તોફાન મચાવી દીધુ હતું. હાથીએ લોકો પર હુમલો કરી દીધો હતો. ઘટનામાં 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ દરમયાન હાથીએ માણસોને રમકડાંની જેમ ઉલાડ્યાં હતા. તેમાંથી 2ની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.
હાથીએ લોકો પર હુમલો કરી દીધો
આ મામલો કેરળના મલ્લપુરમના તિરુરનો છે. બુધવારે રાત્રે અહીં મંદિરમાં ઉત્સવ ચાલી રહ્યો હતો. ત્યારે મોડી રાત્રે 1:00 વાગ્યા આસપાસ ઉત્સવમાં સામેલ હાથીઓમાંથી એક આક્રમક થઈ ગયો હતો અને તેણે લોકો પર હુમલો કરી દીધો હતો.
રમકડાંની જેમ માણસોને ઉછાળ્યા
આ ઘટના ત્યારે બની જ્યારે યાહૂ થંગલ તીર્થમાં ચાર દિવસ સુધી ચાલતો ઉત્સવ સમાપ્ત થવાનો હતો. અહીં પાંચ હાથી એકસાથે ઊભા હતા. તેમની વચ્ચે ઊભેલા હાથીએ જેનું નામ પાકોથ શ્રીકુટ્ટન હતું, તેણે અચાનક સામે ઊભેલા લોકોની ભીડ પર હુમલો કરી દીધો હતો. હાથીએ ત્યાં ઉભેલી વ્યક્તિને પોતાની સૂંઢમાં દબોચી લીધો હતો. ત્યારબાદ તેને જોર-જોરથી ફેરવ્યો અને પછી ભીડમાં ફેંકી દીધો. વ્યક્તિને તરત જ કોટ્ટાક્કલની MIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની હાલત નાજુક છે.
બેકાબુ હાથીના કારણે નાસભાગ મચી
મંદિરમાં 4 દિવસથી ચાલી રહેલા ઉત્સવનું સમાપન હતું. તેથી મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. પોથનૂરથી એક જુલૂસ ત્યાં પહોંચતા જ હાથી આક્રમક બન્યો અને તોફાન મચાવી દીધું. લોકો હાથીના આતંકથી બચવા માટે આમ-તેમ ભાગવા લાગ્યા. આ દરમિયાન મંદિરમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી.
આ પણ વાંચો: સંભલ મંદિર-મસ્જિદ વિવાદમાં હાઈકોર્ટનો મોટો નિર્ણય, જિલ્લા કોર્ટની સુનાવણી પર લગાવી રોક
આ દુર્ઘટનામાં 20થી વધુ લોકોને ઈજા થઈ હોવાની માહિતી મળી રહી છે, તેમાંથી બે લોકોની હાલત ગંભીર છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. હાથીને બાદમાં કાબુમાં કરી લેવામાં આવ્યો હતો.