'કેટલાં ચૂંટણી બોન્ડ ખરીદાયા કે વટાવાયા?, સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરી SBIએ આંકડો કર્યો જાહેર
પહેલી એપ્રિલ, 2019 થી 15 ફેબ્રુઆરી, 2024 વચ્ચે 22,217 ચૂંટણી બોન્ડ ખરીદવામાં આવ્યા
Electoral Bonds Case : ભારતીય સ્ટેટ બેંક (SBI) એ ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં સુપ્રીમકોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. એસબીઆઈના ચેરમેને સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું કરીને જણાવ્યું હતું કે પહેલી એપ્રિલ, 2019 થી 15 ફેબ્રુઆરી, 2024 વચ્ચે 22,217 ચૂંટણી બોન્ડ ખરીદવામાં આવ્યા હતા.
એસબીઆઈએ માહિતી જાહેર કરી
એસબીઆઈએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આદેશ મુજબ ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડ ડોનેશનની માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પહેલી એપ્રિલ, 2019 થી 15 ફેબ્રુઆરી, 2024 વચ્ચે, 22,217 ચૂંટણી બોન્ડ્સ વેચાયા હતા, જેમાંથી 22,030 વટાવાયા હતા. આ સાથે માહિતી અપાઈ હતી કે જે બાકીના 187 બોન્ડ્સ હતા જેને હજુ સુધી વટાવાયા નહોતા, પરંતુ તેને પીએમ રિલીફ ફંડમાં જમા કરાવી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહી નિયમ અનુસાર કરવામાં આવી હતી.