'ચૂંટણી બોન્ડ કાયદેસરની લાંચ સમાન, આ ભાજપ માટે સોનેરી પાક...' ચિદમ્બરમે તાક્યું BJP સામે નિશાન

સરકારે શુક્રવારે ચૂંટણી બોન્ડ નો 28મો ઈશ્યૂ જારી કરવા માટે મંજૂરી આપી દીધી હતી

રાજકીય પક્ષો માટે અપાતા ડોનેશનમાં પારદર્શકતા લાવવાના પ્રયાસો હેઠળ ચૂંટણી બોન્ડની વ્યવસ્થા લવાઈ હતી

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News

'ચૂંટણી બોન્ડ કાયદેસરની લાંચ સમાન, આ ભાજપ માટે સોનેરી પાક...' ચિદમ્બરમે તાક્યું BJP સામે નિશાન 1 - image

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે (Congress leader Chidambaram) શનિવારે ચૂંટણી બોન્ડને કાયદેસરની લાંચ ગણાવી હતી અને મોટો દાવો કરતાં કહ્યું કે ચાર ઓક્ટોબરે તેનો નવો ઈશ્યૂ જારી થશે જે ભાજપ (BJP) માટે એક સોનેરી પાક સમાન બની ગયો છે.  

ચૂંટણી બોન્ડનો 28મો ઈશ્યૂ જારી થશે 

સરકારે શુક્રવારે ચૂંટણી બોન્ડ (Electoral bonds) નો 28મો ઈશ્યૂ જારી કરવા માટે મંજૂરી આપી દીધી હતી. તે ચાર ઓક્ટોબરથી 10 દિવસ વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. આ નિર્ણય રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં આ વર્ષે પ્રસ્તાવિત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવાયો છે. આ રાજ્યોમાં ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે.

  'ચૂંટણી બોન્ડ કાયદેસરની લાંચ સમાન, આ ભાજપ માટે સોનેરી પાક...' ચિદમ્બરમે તાક્યું BJP સામે નિશાન 2 - image

ચિદમ્બરમે કરી ટ્વિટ 

ચિદમ્બરમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કહ્યું કે ચૂંટણી બોન્ડનો 28મો ઈશ્યૂ ચાર ઓક્ટોબરે આવશે. તેમણે કહ્યું કે આ ભાજપ માટે સોનેરી પાક સાબિત થશે. ગત રેકોર્ડની વાત કરીએ તો કથિત રીતે ગુપ્ત દાનનો 90 ટકા હિસ્સો ભાજપના ખાતામાં જશે. 

પૂર્વ કેન્દ્રીયમંત્રીએ તાક્યું સરકારની નજીકના ધનિકો પર નિશાન 

પૂર્વ કેન્દ્રીયમંત્રીએ કહ્યું કે સરકારની નજીકના મૂડીપતિઓ દિલ્હીમાં તેમના સ્વામીને ચઢાવો ચઢાવવા માટે તેમની ચેકબૂક ખોલશે. ચિદમ્બરમે કહ્યું કે ચૂંટણી બોન્ડ કાયદેસરની લાંચ જ હોય છે. રાજકીય પક્ષો માટે અપાતા ડોનેશનમાં પારદર્શકતા લાવવાના પ્રયાસો હેઠળ ચૂંટણી બોન્ડની વ્યવસ્થા લવાઈ હતી. 


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 




Google NewsGoogle News