Get The App

ઈલેક્ટોરલ બોન્ડની SOP આપવાનો એસબીઆઈનો ઈનકાર, RTIની કલમનો હવાલો આપ્યો

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
ઈલેક્ટોરલ બોન્ડની SOP આપવાનો એસબીઆઈનો ઈનકાર, RTIની કલમનો હવાલો આપ્યો 1 - image


Electoral Bond : ભારતીય સ્ટેટ બેંકે પોતાની શાખાઓથી જાહેર કરાયેલા ચૂંટણી બૉન્ડના વેચાણ અને તેની રોકડ માટે જાહેર કરાયેલી પોતાની SOPની માહિતી આપવાની ના પાડી દીધી છે. ભારતીય સ્ટેટ બેન્કે એક RTIના જવાબમાં વ્યાપારી ગુપ્તતા હેઠળ અપાયેલી છૂટનો હવાલો આપતા આ માહિતી આપવાની ના પાડી દીધી.

સૂચનાનો અધિકારી (RTI) કાયદા હેઠળ દાખલ અરજીમાં અંજલિ ભારદ્વાજે ચૂંટણી બૉન્ડના વેચાણ અને તેની રોકડને લઈને એસબીઆઈની અધિકૃત શાખાઓને જાહેર કરાયેલી SOPની વિગતો માંગી હતી.

એસબીઆઈના ડેપ્યુટી જનરલ મેનેજરે આપ્યો જવાબ

એસબીઆઈના સેન્ટ્રલ પબ્લિક ઇન્ફર્મેશન ઓફિસર અને ડેપ્યુટી જનરલ મેનેજર એમ. કન્ના બાબુએ પોતાના જવાબમાં 30 માર્ચે જણાવ્યું હતું કે, 'અધિકૃત શાખાઓને સમયાંતરે જારી કરાયેલ ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ-2018 ના SOPએ આંતરિક માર્ગદર્શિકા છે, જેને RTIની કલમ 8(1) (ડી) હેઠળ મુક્તિ આપવામાં આવી છે.'

RTIની કલમ 8(1)(ડી) માહિતી આપવામાંથી મુક્તિ આપે છે

RTI કાયદાની કલમ 8(1)(ડી) વ્યાપારી વિશ્વાસ, વેપારની ગુપ્તતા અથવા બૌદ્ધિક સંપત્તિ સહિતની માહિતીને જાહેર કરવામાંથી મુક્તિ આપે છે, જેને જણાવવાથી પ્રતિસ્પર્ધી સ્થિતિ માટે હાનિકારક હશે. અંજલિ ભારદ્વાજે કહ્યું કે, 'એ જાણીને નવાઈ લાગી કે એસબીઆઈ ઈલેક્ટોરલ બોન્ડ વિશે મહત્વની માહિતી આપવાનો ઈન્કાર કરી રહી છે.' નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય ગણાવીને રદ કરી દીધી હતી.


Google NewsGoogle News