Get The App

ચૂંટણી બોન્ડથી ભાજપે સૌથી વધુ 6000 કરોડ મેળવ્યાં, કયા પક્ષે કેટલું દાન મેળવ્યું, જુઓ ટોપ-10 લિસ્ટ

ચૂંટણી બોન્ડ દ્વારા ફંડ મેળવીને તેને વટાવવામાં બીજા ક્રમે તૃણમૂલ કોંગ્રેસ રહી

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News
ચૂંટણી બોન્ડથી ભાજપે સૌથી વધુ 6000 કરોડ મેળવ્યાં, કયા પક્ષે કેટલું દાન મેળવ્યું, જુઓ ટોપ-10 લિસ્ટ 1 - image


Electoral Bond Data News | આખરે ચૂંટણીપંચે એસબીઆઈ પાસેથી મેળવેલી ચૂંટણી બોન્ડની વિગતો ડેડલાઈનથી એક દિવસ પહેલાં જ તેની વેબસાઈટ પર જાહેર કરી દીધી. આ વિગતોનું વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું કે ચૂંટણી બોન્ડ વડે સૌથી વધુ 6 હજાર કરોડથી વધુ રૂપિયા ભાજપે મેળવ્યાં છે. તેણે ચૂંટણી બોન્ડને વટાવીને આ રકમ મેળવી હતી. 

ભાજપ પછી કોણે સૌથી વધુ બોન્ડ વટાવ્યાં 

ચૂંટણી બોન્ડ દ્વારા ફંડ મેળવીને તેને વટાવવામાં બીજા ક્રમે તૃણમૂલ કોંગ્રેસ રહી છે. તેણે કુલ 1600 કરોડ રૂપિયાથી વધુના બોન્ડ વટાવ્યાં હતાં. જ્યારે આ યાદી અનુસાર ત્રીજા ક્રમે કોંગ્રેસ 1421 કરોડ, ચોથા ક્રમે બીઆરએસ 1214 કરોડ, પાંચમાં ક્રમે બીજેડી 775 કરોડ, છઠ્ઠા ક્રમે ડીએમકે 639 કરોડ, સાતમા ક્રમે વાયએસઆર કોંગ્રેસ 337 કરોડ, આઠમા ક્રમે ટીડીપી 218 કરોડ, નવમાં ક્રમે શિવસેના 158 કરોડ અને દસમાં ક્રમે આરજેડીએ 72.50 કરોડ રૂપિયા મેળવ્યાં હતા.     

પક્ષદાન (કરોડમાં)
ભાજપ6,060
તૃણમૂલ કોંગ્રેસ1,609
કોંગ્રેસ1,421
બીઆરએસ1,214
બીજેડી775
ડીએમકે639
YSR કોંગ્રેસ337
ટીડીપી218
શિવસેના158
આરજેડી72.5


ટોચના 10 દાન દાતાઓ પર કરો એક નજર... 

ચૂંટણી બોન્ડ દ્વારા ખોબે ખોબે દાન આપનારા ટોચના 10 દાન દાતા કંપનીઓમાં ટોચના ક્રમે ફ્યૂચર ગેમિંગ કંપની છે જેણે કુલ 1350 કરોડથી વધુની રકમના ચૂંટણી બોન્ડ ખરીદીને રાજકીય પક્ષોને દાન કર્યા હતા. ત્યાર બાદ બીજા ક્રમે મેઘા એન્જિનિયરિંગએ 980 કરોડ, ક્વિક સપ્લાય ચેઈને 410 કરોડ, વેદાંતા લિ.એ 400 કરોડ, હલ્દિયા એનર્જીએ 377 કરોડ, ભારતી ગ્રૂપે 247 કરોડ, એસ્સેલ માઈનિંગે 224 કરોડ, પ.યુપી. પાવર કોર્પોરેશને 194 કરોડ, કેવેટનર ફૂડ પાર્કે 194 કરોડ અને મદનલાલ લિ.એ 185 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદીને દાન કર્યા હતા. 

કંપનીદાન (કરોડમાં)
ફ્યૂચર ગેમિંગ1,368
મેઘા એન્જિનિયરિંગ980
ક્વિક સપ્લાય ચેઈન410
વેદાંતા લિ.400
હલ્દિયા એનર્જી377
ભારતી ગ્રૂપ247
એસ્સેલ માઈનિંગ224
પ.યુપી. પાવર કોર્પોરેશન220
કેવેટનર ફૂડ પાર્ક194
મદનલાલ લિ.185


ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય ગણાવાઈ હતી 

ઉલ્લેખનીય છે કે સુપ્રીમકોર્ટે ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય ગણાવી હતી. તે સમયે સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે ચૂંટણી બોન્ડની જાણકારી ગુપ્ત રાખવી એ માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે. આ મામલો સુપ્રીમકોર્ટમાં આઠ વર્ષથી ચાલતો હતો. આ ચુકાદાની હવે મોટી અસર લોકસભા ચૂંટણી પર ચોક્કસ જોવા મળી શકે છે.  


Google NewsGoogle News