મતદાન બાદ આંગળી પર લગાડવામાં આવતી શાહી શા કારણે સરળતાથી નથી ભૂંસાતી? આ છે કારણ

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
મતદાન બાદ આંગળી પર લગાડવામાં આવતી શાહી શા કારણે સરળતાથી નથી ભૂંસાતી? આ છે કારણ 1 - image


Why voters ink on finger difficult to erase: ચૂંટણીને લોકશાહીનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે અને મતદારોએ આ ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લેવો જોઈએ. હાલમાં દેશના ચૂંટણીની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. આ સંદર્ભમાં, એક પ્રશ્ન થાય કે મતદાન કર્યા પછી આંગળી પરની શાહી શા માટે સરળતાથી ભૂંસી શકાતી નથી અને તે શેની બનેલી છે?

ભારતમાં આ એક જ કંપની આ શાહીનું ઉત્પાદન કરે છે 

જ્યારે લોકો મતદાન કરવા માટે મતદાન મથક પર જાય છે, ત્યારે મતદાન કર્યા પછી તરત જ તેમની આંગળીઓ પર શાહીથી નિશાન કરવામાં આવે છે. આંગળી પર લગાવેલી આ શાહી લાંબા સમય સુધી ઝાંખી પડતી નથી. આવું એટલા માટે કરવામાં આવે છે કે કોઈ તરત જ ફરી મતદાન ન કરી શકે. રિપોર્ટ્સ અનુસાર ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતી આ શાહી ભારતમાં માત્ર એક કંપની દ્વારા બનાવવામાં આવે છે. "મૈસૂર પેઇન્ટ એન્ડ વાર્નિશ લિમિટેડ" નામની કંપની આ વાદળી શાહીનું ઉત્પાદન કરે છે.

1952માં વિકસાવી આ શાહીની ફોર્મ્યુલા 

કાઉન્સિલ ઓફ સાઈંટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચના વૈજ્ઞાનિકોએ 1952માં નેશનલ ફિઝિકલ લેબોરેટરીમાં આ શાહી માટે ફોર્મ્યુલા વિકસાવી હતી. આ પછી તેને નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશને પેટન્ટ કરાવ્યું હતું. એક માહિતી મુજબ એક બોટલમાં 10 મિલી શાહી હોય છે. જેની કિંમત રૂ. 127 છે. એટલે એવું કહી શક્ય કે એક ડ્રોપની કિંમત રૂ. 12.7ન આસપાસ છે. એક બોટલમાંથી 700 આંગળીઓ પર શાહી લગાવી શકાય છે.

માત્ર સરકાર તેમજ ચૂંટણી સંબંધિત એજન્સીઓ જ ખરીદી શકે

MVPL નામની આ કંપની રિટેલમાં આ શાહીનું વેચાણ કરતી નથી. તેના બદલે, આ શાહી માત્ર સરકાર અથવા ચૂંટણી સંબંધિત એજન્સીઓ જ ખરીદી શકે છે. 1962થી નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલ વિશેષ લાયસન્સ સાથે ભારતમાં આ ફૂલપ્રૂફ શાહીની કંપની એકમાત્ર અધિકૃત સપ્લાયર છે. 1962માં, ECI એ કેન્દ્રીય કાયદા મંત્રાલય, રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા અને આ કોર્પોરેશન સાથે મળીને ચૂંટણી માટે આ શાહીના સપ્લાય માટે કંપની સાથે કરાર કર્યો હતો.

વાદળી શાહીનો રંગ કાળો કેમ થઇ જાય છે?

આ વાદળી શાહી બનાવવા માટે સિલ્વર નાઈટ્રેટ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. શાહી લગાવ્યા પછી, કારણ કે તે પાણીના સંપર્કમાં આવ્યા પછી કાળું થઈ જાય છે અને ઝાંખું થતું નથી. આ સિલ્વર નાઇટ્રેટ શરીરમાં રહેલા મીઠાના સંપર્કમાં આવતા સિલ્વર ક્લોરાઈડ બને છે, જેનો રંગ કાળો હોય છે. જ્યારે સિલ્વર ક્લોરાઇડ પાણીમાં ઓગળતું નથી અને ત્વચા સાથે જોડાયેલ રહે છે. તેને સાબુથી પણ ધોઈ શકાતું નથી. તેમજ તેમાં આલ્કોહોલ પણ હોય છે. જેના કારણે તે 40 સેકન્ડથી પણ ઓછા સમયમાં સુકાઈ જાય છે.

આ કંપની 25થી વધુ દેશોમાં શાહી સપ્લાય કરે

દેશમાં પહેલી સામાન્ય ચૂંટણીમાં શાહી લગાવવાનો કોઈ નિયમ નહોતો. ચૂંટણી પંચે મતદાન અટકાવવા માટે શાહીનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારપછી આ શાહીનો ઉપયોગ પહેલીવાર 1962 લોકસભાની ચૂંટણીથી થયો હતો. મળતી માહિતી મુજબ, આ શાહી મેન્યુફેક્ચરિંગ કંપની ભારત ઉપરાંત કેનેડા, ઘાના, નાઈજીરિયા, મંગોલિયા, મલેશિયા, નેપાળ, સાઉથ આફ્રિકા અને માલદીવ્સ જેવા 25થી વધુ દેશોમાં શાહી સપ્લાય કરે છે. 

શાહી કેવી રીતે ભૂંસાઈ છે?

ત્વચાની કોશિકાઓ ધીમે-ધીમે જૂની થઈ જાય છે ત્યારે જ ચૂંટણીની શાહીનું નિશાન ભૂંસાઈ છે. આ શાહી સામાન્ય રીતે સ્કીન પર બે દિવસથી એક મહિના સુધી રહે છે. માનવ શરીરના તાપમાન અને પર્યાવરણના આધારે શાહી ઝાંખા થવા માટેનો સમય બદલાઈ શકે છે.

મતદાન બાદ આંગળી પર લગાડવામાં આવતી શાહી શા કારણે સરળતાથી નથી ભૂંસાતી? આ છે કારણ 2 - image


Google NewsGoogle News