Get The App

'...લોકતંત્ર અને ચૂંટણીનો કોઈ મતલબ જ નથી રહ્યો', ઉપરાષ્ટ્રપતિ ધનખડ કેમ આવું બોલ્યાં?

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
'...લોકતંત્ર અને ચૂંટણીનો કોઈ મતલબ જ નથી રહ્યો', ઉપરાષ્ટ્રપતિ ધનખડ કેમ આવું બોલ્યાં? 1 - image
Photo: X

Vice President Jagdeep Dhankhar Shocking Statement: દેશના અમુક વિસ્તારની વસતીના પ્રમાણમાં આટલો બદલાવ થઈ ગયો છે કે, ત્યાં ચૂંટણી પ્રામાણિકતાથી નથી થઈ રહી. આવા વિસ્તારોમાં પહેલાંથી જ ખબર હોય છે કે, ચૂંટણીનું પરિણામ શું આવશે. ઉપરાષ્ટ્રપતિ જયપુરમાં ચાર્ટર્ડ એકાઉટન્ટની એક કોન્ફરન્સને સંબોધિત કરતા સમયે કહ્યું કે, દેશના ઘણાં વિસ્તારો રાજકીય કિલ્લાબંધીમાં ફેરવાઈ ગયા છે. આ વિસ્તારોમાં ચૂંટણી અને લોકતંત્રનું કોઈ મહત્ત્વ જ નથી રહેતું, જ્યાં પહેલાંથી જ નક્કી છે કે, પરિણામ શું આવશે. જનસંખ્યાના પ્રમાણમાં ઝડપથી બદલાવ થવો દુનિયાના ઘણાં ભાગમાં ચિંતાનો વિષય બની ગયો છે. 

વસતીનું સંતુલન પરમાણું બોમ્બ જેવુંઃ ધનખડ

જનસંખ્યા વિશે વધુ વાત કરતાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, 'જો આ ઝડપે વધી રહેલા પડકારને યોગ્ય રીતે સામનો કરવામાં ન આવ્યો તો પછી આપણાં અસ્તિત્વ માટે પણ પડકાર સાબિત થશે. આવું દુનિયામાં થયું છે. મારે એ દેશોનું નામ લેવાની જરૂર નથી, જેણે પોતાની ઓળખ ખોઈ દીધી કારણ કે, વસતી સંતુલનમાં મોટો બદલાવ આવ્યો હતો. આ વસતી ભૂકંપ જેવી હતી. વસતીનું આવું અસંતુલન કોઈ પરમાણૂ બોમ્બથી ઓછી અસર નથી કરતું. 

આ પણ વાંચોઃ મી લૉર્ડ... મારી અરજીમાં દમ કેવી રીતે નથી...' બસ આટલું કહેતા જ CJI થયા ગુસ્સે અને પછી...


અમે બાધાંનું હાથ ફેલાવીને સ્વાગત કરીએ છીએઃ ઉપરાષ્ટ્રપતિ

જગદીપ ધનખડે પોતાની વાતને વિસ્તાર આપતા કહ્યું, 'તમે અમારી સંસ્કૃતિ જુઓ. અમારા સમાવેશી વિચાર, વિવિધતામાં એકતા તમામ માટે હિતકારી છે અને તમામને આગળ વધારનારી છે. અમે બધાંનું હાથ ફેલાવીને સ્વાગત કરીએ છીએ, પરંતુ શું થઈ રહ્યું છે? તેનો ફાયદો ખોટી રીતે ઉઠાવવામાં આવી રહ્યો છે. વસતીના પ્રમાણમાં બદલાવ થઈ રહ્યો છે. ફરી વિભાજનકારી વાતો થઈ રહી છે અને તેના માટે જાતિની પણ વાત કરવામાં આવે છે. 

આ પણ વાંચોઃ 'મસ્જિદમાં જય શ્રી રામનો સૂત્રોચ્ચાર ગુનો ન ગણાય...' કર્ણાટક હાઈકોર્ટે અરજી ફગાવી દીધી

ચૂંટણીનો કોઈ અર્થ નથીઃ ધનખડ

રાજકીય દ્રષ્ટિકોણની વાત કરતાં ધનખડે કહ્યું, 'બદલાયેલી વસતીથી ઘણાં વિસ્તાર બની ગયાં. આવા વિસ્તારનો રાજકીય કિલ્લાબંધી તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. અમે દેશમાં આવો બદલાવ જોયો કે, ઘણાં વિસ્તાર રાજકીય કિલ્લા બની ગયાં. ત્યાં લોકતંત્રનો કોઈ અર્થ જ નથી રહ્યો. ચૂંટણીનો પણ કોઈ અર્થ નથી. પહેલાંથી જ ખબર છે કે, કોણ ચૂંટાઈને આવશે. આવા વિસ્તારો આપણે દેશમાં ઝડપથી વધી રહ્યા છે. આવા સંકટનો સામનો કરવા માટે આપણે જાતિ, નસ્લ, રંગ, સંસ્કૃતિ અને આસ્થાના ભેદથી ઉપર આવવું પડશે. તમામને એકસાથે પ્રયાસ કરવો પડશે. આપણે બહુસંખ્યક સમાજના રૂપે ખૂબ જ સહિષ્ણુ છીએ. પરંતુ, આ ત્યારે જ થઈ શકે, જ્યારે વસતીનું સંતુલન ન બગડે.



Google NewsGoogle News