પોલીંગ બૂથ ગયા વગર કોણ આપી શકે છે વોટ, જાણો સર્વિસ વોટર અંગે

દર વર્ષે ચુંટણીમાં હોય છે લાખો સર્વિસ વોટર જાણો તેઓ મતદાન ઈવીએમથી નહિ પરંતુ કરે છે પોસ્ટલ વોટિંગ દ્વારા

આખરે કોણ હોય છે સર્વિસ વોટર, અને શા માટે કરે છે પોસ્ટલ વોટિંગ?

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
પોલીંગ બૂથ ગયા વગર કોણ આપી શકે છે વોટ, જાણો સર્વિસ વોટર અંગે 1 - image


Service Voter: હવે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેના માટે ચૂંટણીપંચે (Election Commission) આજે તેના સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. ચૂંટણીપંચના જણાવ્યાનુસાર મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીઓની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. એવામાં ચૂંટણીને લઈને ઘણા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. તેમાંથી એક પ્રશ્ન એવો પણ થાય કે આખરે આ સર્વિસ વોટર કોણ હોય છે, જે પોલીંગ બૂથ ગયા વગર જ મતદાન કરી શકે છે?

કોણ હોય છે સર્વિસ વોટર?

આ સર્વિસ વોટર શબ્દ મુખ્યત્વે સેના અથવા અર્ધલશ્કરી દળો માટે વપરાય છે. સર્વિસ વોટિંગનો ઉપયોગ લગભગ તમામ સુરક્ષા દળો માટે થાય છે. આ ઉપરાંત મતદાન દરમિયાન અન્ય જગ્યાએ ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ પણ સર્વિસ વોટર છે. જેમાં સરકારના વિવિધ વિભાગોના લોકો સામેલ હોઈ શકે છે, જેઓ પોસ્ટલ વોટિંગ દ્વારા પોતાનો મત આપે છે. 

Representation of People Act, 1950ની કલમ 20, પેટા કલમ (8) ની જોગવાઈઓ અનુસાર, સેવાની લાયકાતનો અર્થ થાય છે -

(a) સંઘના સશસ્ત્ર દળોના સભ્ય હોવું; અથવા

(b) આર્મી એક્ટ, 1950 (1950 ના 46) ની જોગવાઈઓ મુજબ દળના સભ્ય હોવું

(c) રાજ્યના સશસ્ત્ર પોલીસ દળના સભ્ય હોવું, અને તે રાજ્યની બહાર સેવા આપવી; અથવા

(d) ભારત સરકાર હેઠળ, ભારતની બહારની પોસ્ટમાં નોકરી કરતી વ્યક્તિનો સમાવેશ સર્વિસ વોટરમાં થાય છે. 

કેવી રીતે આપે છે સર્વિસ વોટર તેમનો મત ?

હવે પ્રશ્ન એ છે કે જો સર્વિસ વોટર મતદાન મથક સુધી પહોંચી શકતા નથી તો તેઓ મતદાનમાં કેવી રીતે ભાગ લેશે. હકીકતમાં આવા મતદારોને એક મેઇલ મોકલવામાં આવે છે, આ મેઈલમાં ફોર્મ-2, 2A અને ફોર્મ 3 તરીકે ઓળખાતા ફોર્મ હોય છે. સર્વિસ વોટર દ્વારા આ ફોર્મની પ્રિન્ટ આઉટ લઈને તેના પર ટિક માર્ક કરવાનું રહે છે. મતલબ કે તમે જે ઉમેદવાર કે પક્ષને મત આપવા માંગો છો તેના નામ સામે તમારે ટિક કરવાનું રહેશે. ત્યારબાદ તેને એક એન્વેલોપમાં સીલ કરીને તેના મતવિસ્તારમાં ચૂંટણી અધિકારીને મોકલવામાં આવે છે. ઈવીએમમાં ​​હાજર મતોની ગણતરી બાદ આ મતની ગણતરી કરવામાં આવે છે.

જો ફોર્મની વાત કરીએ તો ત્રણેય સેનાના સૈનિકો માટે ફોર્મ-2 છે. આ સિવાય પોલીસ ફોર્સ અને અન્ય ફોર્સ માટે ફોર્મ-2A છે. દેશની બહાર રહેતા સરકારી કર્મચારીઓ માટે ફોર્મ-3 છે, જે તેઓ ભરીને તેમના મતવિસ્તારમાં મોકલે છે.


Google NewsGoogle News