Election Result 2024: વોટોની ગણતરી કઈ રીતે થાય છે ? જાણો એક EVMના કાઉન્ટિંગમાં કેટલો સમય લાગે છે

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
Election Result 2024: વોટોની ગણતરી કઈ રીતે થાય છે ? જાણો એક EVMના કાઉન્ટિંગમાં કેટલો સમય લાગે છે 1 - image


Image:Freepik

Election Result 2024: ભારતમાં સામાન્ય ચૂંટણી બે મહિનાની મત ગણતરી બાદ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.  4 જૂને પરિણામો સાથે ફરીથી નવી સરકાર ચૂંટાશે. આવી સ્થિતિમાં નેતાઓ અને સામાન્ય લોકો પણ એક્ઝિટ પોલ બાદ પરિણામોને લઈને અધીરા થઇ રહ્યાં છે. હવે સવાલ એ થાય છે કે, EVM દ્વારા મત ગણતરી કેવી રીતે થાય છે, મત ગણતરીમાં કેટલો સમય લાગે છે, મત ગણતરી કોણ કરે છે.. આવા ઘણા બધા સવાલોના જવાબો જાણવા જરુરી છે. 

કેટલો મોટો હોય છે મત ગણતરીનો એક રાઉન્ડ?

મત ગણતરી દરમિયાન, જ્યારે 14 ઈવીએમમાં પડેલા મતોની ગણતરી પૂર્ણ થાય છે, ત્યારે એક રાઉન્ડની ગણતરીને પૂર્ણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, દરેક રાઉન્ડનું પરિણામ ગણતરીના દિવસે એક સાથે જાહેર કરવામાં આવે છે. જ્યારે મતગણતરી પૂર્ણ થાય છે, ત્યારે રિટર્નિંગ ઓફિસર અથવા આરઓ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ 66 ની જોગવાઈઓ અનુસાર પરિણામ જાહેર કરે છે. આ પછી, વિજેતા ઉમેદવારને આરઓ દ્વારા જીત માટે સર્ટિફિકેટ આપવામાં આવે છે.

આ રીતે મત ગણતરી શરૂ થાય છે

મત ગણતરી નિર્ધારિત સમય પર શરૂ થાય છે, ત્યારે સૌ પ્રથમ ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ અને પોસ્ટલ બેલેટની ગણતરી સીધી આર.ઓ.ની દેખરેખ હેઠળ શરૂ કરવામાં આવે છે. તેમના માટે અલગ ટેબલની વ્યવસ્થા કરવામાં આવે છે અને મદદનીશ ચૂંટણી અધિકારીની પણ નિમણૂક કરવામાં આવે છે. 

વ્યવસ્થા પ્રમાણે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં પડેલા મતોની ગણતરી ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ અને પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થયાના અડધા કલાક પછી શરૂ થઈ શકે છે. 

જો કે આના માટે જરુરી નથી કે, પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થઈ ગઈ હોય, મતગણતરી માટે માત્ર ઈવીએમના કંટ્રોલ યુનિટનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં બેલેટ યુનિટનો કોઈ રોલ નથી હોતો. તેથી જ તેનો ટેબલ પર મૂકવામાં આવતા નથી.

ઈવીએમમાં પડેલા મતોની ગણતરીમાં કેટલો સમય લાગે છે? 

આ વખતે ઈવીએમમાં પડેલા મતોના આધારે નિર્ણય લેવામાં આવ્યો છે. ઈવીએમમાંથી મતોની ગણતરીમાં મહત્તમ અડધો કલાકનો સમય લાગે છે, આવી સ્થિતિમાં જ્યારે 14 ઈવીએમ મશીનની ગણતરી કરવામાં આવે તો એક રાઉન્ડ પૂર્ણ માનવામાં આવે છે.


Google NewsGoogle News