Get The App

વિપક્ષના 'ચાણક્ય'ની બે માગણીઓ પર ચૂંટણીપંચનો નિર્ણય, એક ફગાવી તો એક સ્વીકારી લીધી

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
વિપક્ષના 'ચાણક્ય'ની બે માગણીઓ પર ચૂંટણીપંચનો નિર્ણય, એક ફગાવી તો એક સ્વીકારી લીધી 1 - image


Image: Facebook

Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્રમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ઈલેક્શન કમિશને ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને એલાન કર્યું કે મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણી થશે. આ સાથે પંચે એનસીપીની બે માગો પર પણ પોતાના નિર્ણય વિશે જણાવ્યું.

એક માગ માની અને એક ફગાવી

ચૂંટણી પંચે જણાવ્યું કે 'અમે શરદ પવારની તે વિનંતીનો સ્વીકાર કર્યો કે જેમાં તેમણે ઈવીએમના બેલેટ યુનિટ પર પોતાના ચૂંટણી ચિહ્ન 'તુતારી' ને મુખ્યરીતે દર્શાવવાની માગ કરી હતી. જોકે, પંચે 'તુતારી' ના ચિહ્નને ફ્રીજ કરવાની માગને ફગાવી દીધી છે.' 

આ પણ વાંચો: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં દેવદિવાળીએ ચૂંટણીની આતશબાજી

રાજીવ કુમારે શું કહ્યું?

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે 'એનસીપી-એસપીએ ચૂંટણી પંચને જણાવ્યું છે કે અમારા ચૂંટણી ચિહ્ન-  'તુતારી' ને ઈવીએમની બેલેટ યુનિટ પર મુખ્યરીતે દર્શાવાયું નથી. અમે તેમને એ સ્પષ્ટ કરવા માટે કહ્યું હતું કે તે પોતાના ચૂંટણી ચિહ્નને બેલેટ યુનિટ પર કઈ રીતે દર્શાવવા ઈચ્છે છે. એનસીપી-એસપીએ અમને ચૂંટણી ચિહ્ન વિશે ત્રણ વિકલ્પ આપ્યા હતા અને અમે તેમના દ્વારા આપવામાં આવેલા પહેલા સૂચનનો સ્વીકાર કરી લીધો.' 

'તુતારી' ચિહ્નના કારણે લોકસભામાં થયુ નુકસાન

જોકે, સીઈસીએ એ સ્પષ્ટ કર્યું કે પંચ ચૂંટણી ચિહ્નોની ફાળવણીની વર્તમાન સિસ્ટમમાં કોઈ ફેરફાર કરવા ઈચ્છતું નથી. સાથે જ તેણે તુતારીના ચિહ્નને ઈવીએમની યાદીથી હટાવવાની માગને ફગાવી દીધી. શરદ પવારની અધ્યક્ષતાવાળી પાર્ટીએ તર્ક આપ્યો હતો કે 'તુતારી' નું ચૂંટણી ચિહ્ન 'તુતારી વગાડતા માનવી' જેવો છે. જેનાથી લોકસભા ચૂંટણી દરમિયાન મતદાતા ભ્રમિત થઈ ગયા હતા.

આ પણ વાંચો: શરદ પવારનો માસ્ટર સ્ટ્રોક, મરાઠાઓને આકર્ષતું ચૂંટણી ચિહ્ન મેળવ્યું, ચૂંટણી પંચે 'તુતારી'ને આપી મંજૂરી

શરદ પવારની પાર્ટીએ આપ્યો હતો આ તર્ક

એનસીપી (શરદ પવાર) એ તર્ક આપ્યો હતો કે સતારા મતવિસ્તારમાં જે અપક્ષ ઉમેદવારને તુતારીનું ચૂંટણી ચિહ્ન ફાળવવામાં આવ્યુ હતુ, તેને ભાજપ ઉમેદવાર ઉદયનરાજે ભોંસલેની જીતના અંતરથી વધુ વોટ મળ્યા હતા.

ઉદયનરાજે ભોંસલેએ એનસીપી-એસપી ઉમેદવાર શશિકાંત શિંદેને 32,771 વોટના અંતરથી હરાવ્યા હતા. તુતારીના ચૂંટણી ચિહ્ન પર ચૂંટણી લડનાર અપક્ષ ઉમેદવાર સંજય ગાડેને 37,062 વોટ મળ્યા હતા. 

મહારાષ્ટ્રમાં ચૂંટણી ક્યારે છે?

ગઈકાલે જ ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર 20 નવેમ્બરે ચૂંટણી થશે અને પરિણામ 23 નવેમ્બરે આવશે.


Google NewsGoogle News