હરિયાણામાં ત્રીજી વખત ખીલ્યું કમળ, કોંગ્રેસે પરિણામ પર ઉઠાવ્યા સવાલ તો ચૂંટણી પંચે આપ્યો આ જવાબ
Haryana Assembly Election Results 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામો આવી રહ્યા છે અને વલણોમાં ભાજપ જીતની હેટ્રિક લગાવતી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે ચૂંટણી પંચ પર પરિણામો મોડેથી અપડેટ કરવાનો આરોપ લગાવ્યો હતો, જેનો ચૂંટણી પંચે જવાબ આપ્યો છે.
ચૂંટણી પંચે કોંગ્રેસને ફટકાર લગાવી
કોંગ્રેસને જવાબ આપતાં ચૂંટણી પંચે કહ્યું કે,'પરિણામો અપડેટ કરવામાં વિલંબના તમારા પાયાવિહોણા આરોપને સાબિત કરવા માટે રૅકોર્ડ પર કંઈ નથી. હરિયાણા અથવા જમ્મુ અને કાશ્મીરના કોઈપણ મતવિસ્તારમાં વિલંબ અંગેના તમારા મેમોરેન્ડમમાં પણ કોઈ વિપરીત તથ્ય નથી.'
આ પણ વાંચો: હરિયાણામાં ભાજપે આ રીતે પલટી બાજી, ગ્રામીણ vs શહેરી મતોના કારણે થયો ખેલ
કોંગ્રેસે શું આરોપ લગાવ્યા?
કોંગ્રેસે ચૂંટણી પંચની વેબસાઇટ પર હરિયાણા વિધાનસભા ચૂંટણીની મતગણતરીનો તાજેતરના આંકડા અપલોડ કરવામાં વિલંબનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના નેતા જય રામ રમેશે જણાવ્યું હતું કે,'ચૂંટણી પંચની વેબસાઇટ પર ધીમી ગતિએ ઇરાદાપૂર્વક ચૂંટણીના વલણો શેર કરવામાં આવી રહ્યા છે. આનાથી એવી આશંકા વધી રહી છે કે ભાજપ વહીવટીતંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.'