ચૂંટણી પંચે જાહેર કર્યો ઈલેક્ટોરલ બોન્ડથી જોડાયેલ ડેટા, જુઓ આખી યાદી
Electoral Bonds:સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચે ગુરુવારે સાંજે ઈલેક્ટોરલ બોન્ડના ડેટા જાહેર કર્યા છે. દેશની કઈ પાર્ટીને ઈલેક્ટોરલ બોન્ડમાંથી કેટલું ડોનેશન મળ્યું. હવે તમે ચૂંટણી પંચની વેબસાઈટ પર જઈને આ માહિતી મેળવી શકો છો. આ પહેલા મંગળવારે સાંજે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા કરવામાં આવેલા યોગદાનનો ડેટા ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા (ECI)ને સોંપ્યો હતો.
કોને મળ્યું ચૂંટણી ફંડ અને કોણે આપ્યું?
ચૂંટણી પંચ તરફથી શેર કરાયેલ આંકડાથી જાણી શકાય છે કે ચૂંટણી બોન્ડના માધ્યમથી ચૂંટણી ફંડ મેળવનારા ભાજપ, કોંગ્રે, અન્નાદ્રમુક, બીઆરએસ, શિવસેના, ટીડીપી, વાઈએસઆર કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષ સામેલ છે. ચૂંટણી બોન્ડના માધ્યમથી રાજકીય પક્ષોને દાન આપનારની યાદીમાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, મેઘા ઈન્જિનિયરિંગ, પીરામલ એન્ટરપ્રાઈઝીસ, ટોરેન્ટ પાવર, ભારતીય એરટેલ, ડીએલએફ કમર્શિયલ ડેવલપર્સ, વેદાન્તા લિમિટેડ, અપોલો ટાયર્સ, લક્ષ્મી મિત્તલ, એડલવાઈસ, પીવીઆર, કેવેન્ટર, સુલા વાઈન, વેલસ્પન, સન ફાર્મા અને અન્ય સામેલ છે.
આ PDFમાં જુઓ ઈલેક્ટોરલ બૉન્ડ કોણે ખરીદ્યા?
આ PDFમાં જુઓ કઈ પાર્ટીએ ઈલેક્ટોરલ બોન્ડ વટાવ્યા?
ચૂંટણી પંચે આજે તેની વેબસાઈટ પર SBI તરફથી મેળવેલ ડેટા અપલોડ કર્યો છે. SBI પાસેથી મેળવેલ ડેટા જાણવા માટે આ લિંક પર ક્લિક કરો... https://eci.gov.in/candidate-politicalparty
સુપ્રીમ કોર્ટે સમયમર્યાદા વધારવાની અરજી ફગાવી
ડેટા સબમિશન માટે 6 માર્ચની સમયમર્યાદા વધારવાની SBIની અરજીને સુપ્રીમ કોર્ટે સોમવારે ફગાવી દીધી હતી. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે આદેશનું પાલન ન કરવા બદલ બેંકની આકરી ટીકા કરી અને કાર્યવાહીની ચેતવણી આપી હતી.
ઈલેક્ટોરલ બોન્ડ યોજના ગેરબંધારણીય કરાર
એસબીઆઈએ દાવો કર્યો હતો કે ગોપનીયતા જાળવવા માટે બે ફાઈલોમાં સંગ્રહિત ડેટાને એકત્રિત કરવામાં, ક્રોસ-ચેક કરવામાં અને રિલીઝ કરવામાં ઘણો સમય લાગશે. 15મી ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ યોજના, 2018ને ગેરબંધારણીય જાહેર કરી હતી. SBIને બોન્ડ જાહેર કરવા અને તેને બંધ કરવાનો આદેશ આપ્યો હતો.