મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી ? ચૂંટણી પંચમાંથી આવ્યું મોટું અપડેટ
Maharashtra-Jharkhand Assembly Election 2024 : ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ સાથે વાયનાડ લોકસભા સહિત ઉત્તર પ્રદેશ વિધાનસભાની ખાલી પડેલી દસ બેઠકો માટે પણ પેટાચૂંટણી યોજાઈ શકે છે. આ દરમિયાન હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની જાહેરાત સમયે ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું હતું કે, આ રાજ્યોમાં પૂર સહિત અનેક કુદરતી પડકારો છે. જ્યારે આગામી દિવસોમાં ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની ઘોષણા થઈ શકે છે. જેની ચૂંટમી નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં થાય તેવી શક્યતા છે.
મહારાષ્ટ્ર-ઝારખંડ ચૂંટણીને લઈને ચૂંટણી પંચની તૈયારી
મળતી માહિતી પ્રમાણે, પંચ દ્વારા 27 અને 28 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રની મુલાકાત લેશે. જ્યાં તેઓ રાજ્યની ચૂંટણી તૈયારીઓ ચકાસીને રાજકીય પક્ષો સાથે ચર્ચા કરશે. આ સમયગાળા દરમિયાન, પંચ 29 સપ્ટેમ્બરે સુરક્ષાની તૈયારીને લઈને ગૃહ મંત્રાલય સાથે ચર્ચા કરી શકે છે. 26 નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ પૂરો થવાથી ચૂંટણી પંચ દ્વારા આ રાજ્યમાં ચૂંટણીની તૈયારી દાખવી છે. પરંતુ, ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી, 2025 સુધીનો છે.
આ પણ વાંચો : હવે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરના લાડુની શુદ્ધતા પર ઉઠ્યા સવાલ, જાણો શું થયો વિવાદ
ચોમાસું પૂરું થતા વિધાનસભાની પેટાચૂંટણીની તૈયારી
ઝારખંડ હાલમાં કોંગ્રેસ સમર્થિત ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ની સરકાર છે. જ્યારે મહારાષ્ટ્રમાં શિંદેના નેતૃત્વમાં ભાજપ સમર્થિત શિવસેનાનું શાસન છે. બંને રાજ્યોમાં વિરોધ પક્ષો પણ ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. જ્યારે ચૂંટણી પંચ ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની સાથે વાયનાડ સહિત યુપી વિધાનસભાની ખાલી પડેલી સીટો માટે પેટાચૂંટણીની પણ જાહેરાત કરી શકે છે. તેવામાં ચોમાસું પૂરું થવાની સાથે જ ખાલી પડેલી તમામ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.
આ પણ વાંચો : ભારતે અમેરિકા સાથે કરી એવી ડીલ કે ચીનના વધી જશે ધબકારા, જાણો કેટલી જરૂરી છે સેમિકંડક્ટર ચિપ
જ્યારે વાયનાડ લોકસભા બેઠક પરથી રાહુલ ગાંધીને રાજીનામુ આપ્યા બાદ બેઠક ખાલી પડી છે. જો કે, ત્યાં કોંગ્રેસ પાર્ટીએ હવે પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી છે.