Get The App

Exit Poll : પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીને લઈ આવ્યું નવું અપડેટ, એક કલાક પહેલા ખબર પડી જશે ક્યાં કોની સરકાર!

મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
Exit Poll : પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીને લઈ આવ્યું નવું અપડેટ, એક કલાક પહેલા ખબર પડી જશે ક્યાં કોની સરકાર! 1 - image


Election commission update on exit poll : પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે જેમાં આજે પાંચમું રાજ્ય પાંચમુ રાજ્ય તેલંગાણામાં મતદાન થઇ રહ્યું છે. આ દરમિયાન ચૂંટણી પંચે એક્ઝિટ પોલ બતાવવાના સમયમાં મોટો ફેરફાર કર્યો છે. નવા નોટિફિકેશન મુજબ 30 નવેમ્બરે સાંજે 5.30 વાગ્યાથી એક્ઝિટ પોલ બતાવી શકાશે. આ પહેલા ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં 7 નવેમ્બરના રોજ સવારે 7 વાગ્યાથી 30 નવેમ્બરના રોજ સાંજે 6.30 વાગ્યા સુધી એક્ઝિટ પોલ બતાવવા પર રોક લગાવી હતી.

કેટલા વાગ્યાથી બતાવી શકાશે એક્ઝિટ પોલ

આજે સાંજે 5.30 વાગ્યાથી ટીવી ચેનલો પર પાંચ રાજ્યોના એક્ઝિટ પોલ બતાવવાની પરવાનગી આપવામાં આવી છે, જેમાં તમામ રાજ્યોમાં પાર્ટીની જીતની સંભાવના વિશે માહિતી આપવામાં આવશે.

ચૂંટણીના પરિણામો ક્યારે જાહેર થશે?

પાંચેય રાજ્યોના ચૂંટણી પરિણામો 3 ડિસેમ્બરે આવશે. જેમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમનો સમાવેશ થાય છે.

ચૂંટણી પંચ શા માટે લાદે છે પ્રતિબંધ?

ચૂંટણી પંચ ચોક્કસ સમયગાળા માટે એક્ઝિટ પોલ બતાવવા પર પ્રતિબંધ રાખે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે નિશ્ચિત સમયગાળાની અંદર એક્ઝિટ પોલ બતાવવાથી પરિણામોને અસર થઈ શકે છે. જો કે, એક્ઝિટ પોલના પરિણામો હંમેશા ચોક્કસ હોતા નથી. 


Google NewsGoogle News