Get The App

ચૂંટણીપંચે ભાજપને કહ્યું - 'પ્રચાર માટે ધાર્મિક રસ્તો ન અપનાવો, કોંગ્રેસને પણ આ મુદ્દે રાજનીતિ ન કરવા સલાહ'

Updated: May 22nd, 2024


Google NewsGoogle News
ચૂંટણીપંચે ભાજપને કહ્યું - 'પ્રચાર માટે ધાર્મિક રસ્તો ન અપનાવો, કોંગ્રેસને પણ આ મુદ્દે રાજનીતિ ન કરવા સલાહ' 1 - image


Election Commission: ચૂંટણીપંચે લોકસભા ચૂંટણીમાં ધાર્મિકતાના આધારે મત માંગવા તેમજ સુરક્ષાદળોના નામ પર મતદાતાઓને ન રીઝવવા કહ્યું છે. આ ઉપરાંત ચૂંટણી પંચે ભાજપ અને કોંગ્રેસને આમ કરવાથી બચવાની સલાહ પણ આપી છે. પંચે કોંગ્રેસને સંરક્ષણ દળોનું રાજનીતિકરણ ન કરવા તેમજ લોકોને સુરક્ષા દળોમાં સામાજિક-આર્થિક વિવિધતા વિશે ટિપ્પણી ન કરવા પણ કહેવામાં આવ્યું છે. આ સિવાય પંચે ભાજપને ધાર્મિક આધાર પર પ્રચાર ન કરવાની સલાહ આપી છે.

પંચની ધાર્મિક અને સાંપ્રદાયિક આધાર પર પ્રચાર ન કરવા સલાહ 

ચૂંટણી પંચે ભાજપ અને તેના સ્ટાર પ્રચારકોને ધાર્મિક અને સાંપ્રદાયિક આધાર પર પ્રચાર ન કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ કોંગ્રેસને એ વાત સુનિશ્ચિત કરવાનું કહેવામાં આવ્યું છે કે તેના સ્ટાર પ્રચારક એવા નિવેદનો ન આપે કે જેના કારણે એવી ખોટી ધારણા બંધાય કે ભારતના બંધારણને બદલી દેવામાં આવશે. 

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ચૂંટણી પંચે આ નોટીસ મોકલી છે. આ ઉપરાંત બંને પક્ષોને એવું પણ કહેવામાં આવ્યું છે કે તે પોતાના સ્ટાર પ્રચારકોને એવી સલાહ આપે કે સેના તેમજ ધાર્મિક બાબતોને રાજકારણમાં ન ખસેડવી. તેમજ પંચે બંને પક્ષને જાતિ, ધર્મ, ભાષા અને પ્રદેશના આધારે ટિપ્પણી ન કરવાનું પણ કહ્યું છે. 

કોંગ્રેસને સુરક્ષા દળોનું રાજનીતિકરણ ન કરવા જણાવ્યું

પંચે બંને પક્ષોના સ્ટાર પ્રચારકોને પ્રચાર દરમિયાન ધાર્મિક આધારે વિભાજન થાય તે પ્રકારે પ્રચાર ન કરવા પણ જણાવ્યું હતું. એટલું જ નહીં, બંધારણને ખતમ કરવામાં આવી રહ્યું છે અથવા વેચવામાં આવી રહ્યું છે તેવી વાતો કરવા બદલ કોંગ્રેસને ઠપકો આપતા ભવિષ્યમાં આવું જ કરવા પણ કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સેનાની ભરતી માટેની અગ્નિવીર યોજના પર પણ ઘણી વાર ટિપ્પણી કરતા હોય છે. જે બાબતે આયોગે વાંધાજનક બતાવીને કોંગ્રેસને સુરક્ષા દળોનું રાજનીતિકરણ ન કરવા જણાવ્યું છે.

ચૂંટણીપંચે ભાજપને કહ્યું - 'પ્રચાર માટે ધાર્મિક રસ્તો ન અપનાવો, કોંગ્રેસને પણ આ મુદ્દે રાજનીતિ ન કરવા સલાહ' 2 - image



Google NewsGoogle News