BIG NEWS: તમારા નેતાઓને નિયંત્રણમાં રાખો, ચૂંટણી પંચની ભાજપ અને કોંગ્રેસના અધ્યક્ષને નોટિસ
Image: X
Election Commission of India: ચૂંટણી પંચે ભાજપ અને કોંગ્રેસ અધ્યક્ષોથી એકબીજા વિરુદ્ધ ચૂંટણી આચાર સંહિતા ઉલ્લંઘનની ફરિયાદો પર જવાબ માગ્યો છે. બંને દળોએ સોમવારે એટલે કે 18 નવેમ્બરે બપોરે 1.00 વાગ્યા સુધી પોતાનો જવાબ આપવો પડશે.
બંને દળોને ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી દરમિયાન 22 મે 2024એ આપવામાં આવેલી એડવાઈઝરીની યાદ પણ અપાવી. આ એડવાઈઝરીમાં સ્ટાર પ્રચારકો અને નેતાઓ પર નિયંત્રણ રાખવાનું કહેવામાં આવ્યું હતું જેથી જાહેર શિષ્ટાચારનું ઉલ્લંઘન ન થાય અને ચૂંટણી પ્રચાર દરમિયાન આદર્શ આચાર સંહિતાનું પાલન કરવામાં આવી શકે.
આ પણ વાંચો: યુપીમાં ફરી રાજકીય ગરમાવો! CM યોગીના નારા 'બટેંગે તો કટેંગે' અંગે કેશવ પ્રસાદ મૌર્યનું સૂચક નિવેદન
ઝારખંડમાં એક તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. 20 નવેમ્બરે મહારાષ્ટ્રની તમામ અને ઝારખંડની અન્ય બેઠકો પર ચૂંટણી છે. આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસે એકબીજા વિરુદ્ધ આચાર સંહિતા ઉલ્લંઘનની ફરિયાદો ચૂંટણી પંચને કરી છે. હવે ચૂંટણી પંચે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને અલગ-અલગ પત્ર લખ્યો અને ફરિયાદ પર જવાબ માગ્યો છે.