5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો આજે થશે જાહેર, 12 વાગ્યે ઈલેક્શન કમિશન કરશે એલાન

આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો આજે થશે જાહેર, 12 વાગ્યે ઈલેક્શન કમિશન કરશે એલાન 1 - image

Election Commission Assembly Election Dates: ચૂંટણી પંચ આજે બપોરે 12 વાગ્યે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજવા અંગે તારીખોની જાહેરાત કરી શકે છે. આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.

મુખ્ય ચૂંટણી કમિશનર કરશે જાહેરાત 

માહિતી અનુસાર ચૂંટણી પંચ (Election Commission) દિલ્હીમાં આવેલા આકાશવાણીના રંગભવન ઓડિટોરિયમ ખાતે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. આ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ચૂંટણી પંચના મુખ્ય અધિકારીઓ પણ હાજર રહેશે. 

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો આજે થશે જાહેર, 12 વાગ્યે ઈલેક્શન કમિશન કરશે એલાન 2 - image


Google NewsGoogle News