'EVM સેફ, બેટરીના કારણે પરિણામ પર કોઈ અસર નથી પડી', ચૂંટણી પંચે કોંગ્રેસના આરોપ ફગાવ્યા
Election Commission Dismissed Congress Allegations : ભારતીય ચૂંટણી પંચે(ECI) હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 દરમિયાન ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન(EVM)ની ખામીને લઈને કોંગ્રેસના આરોપોને ફગાવી દીધા છે. કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આપેલા લેખિત જવાબમાં ECIએ કહ્યું હતું કે, EVM સંપૂર્ણપણે સુરક્ષિત છે. અને પરિણામો પર બેટરીની કોઈ અસર થતી નથી. જેથી કરીને આરોપો પાયાવિહોણા છે. અને તેમાં કોઈ તથ્ય નથી.
કોંગ્રેસને મહેનત કરવાની સલાહ
ECIએ પત્રમાં લખ્યું કે, 'મતદાન અને મતગણતરીના સંવેદનશીલ દિવસો દરમિયાન આ પ્રકારના આક્ષેપો કરવાથી લોકોમાં અશાંતિ અને અરાજકતા ફેલાઈ શકે છે. છેલ્લા એક વર્ષમાં પાંચ ચોક્કસ કેસોને ટાંકીને ECIએ ચૂંટણીનો લાંબો અનુભવ કોંગ્રેસને મહેનત કરવાની અને કોઈપણ પુરાવા વિના ચૂંટણી પંચ પર હુમલો કરવાનું ટાળવાનું જણાવ્યું હતું.'
બેટરી ચૂંટણીના પરિણામો પર કોઈ અસર કરતી નથી
કોન્ગ્રેસની ફરિયાદને લઈને ECIએ કહ્યું કે, 'બધા જ EVM સુરક્ષિત છે. અને બેટરી ચૂંટણીના પરિણામો પર કોઈ અસર કરતી નથી. હરિયાણાના 26 રિટર્નિંગ અધિકારીઓ સામે આવેલી ફરિયાદોનો જવાબ આપતા ECIએ કહ્યું કે, બધા જ ચૂંટણી તબક્કાઓમાં કોંગ્રેસના પ્રતિનીધીઓ ઉપસ્થિત હતા.'
એક પણ પૂરાવો મળ્યો નથી!
કોર્ટના આદેશ ને ટાંકતા ECIએ જણાવ્યું કે, 'EVMને લઈને કોર્ટે અનેક ચૂકાદાઓમાં કહ્યું છે કે EVM છેડછાડ મુક્ત અને વિશ્વસનીય છે. રેકોર્ડ દરમિયાન એક પણ એવો પૂરાવો નથી મળ્યો જેનાથી સાબિત થઇ શકે કે EVMમાં કોઈ ખામી છે. અથવા તો એ ભરોસાપાત્ર નથી. EVMમાં વાઈરસ અથવા કે કોઈ પણ બગ મૂકી જ શકાય નહી. જેથી ગેરકાયદેસર મતોનો સવાલ જ ઊભો થતો નથી. VVPAT સિસ્ટમ સાથેના EVM મતદાન પ્રણાલીની ચોકસાઈની ખાતરી કરે છે. ચૂંટણી પંચે સફળતાપૂર્વક મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ યોજી છે.'
શું હતા કોંગ્રેસના આરોપો
કોંગ્રેસે પોતાના આરોપોમાં કહ્યું હતું કે, 8 ઓક્ટોબરે થયેલી મતગણતરી દરમિયાન કેટલાક EVM મશીનની બેટરી 99 ટકા ચાર્જ થઈ હતી. અને કેટલાક વોટિંગ મશીનની બેટરી 60થી 80 ટકા હતી. જ્યાં બેટરી 99 ટકા ચાર્જ થઈ છે, ત્યાં ભાજપને વધુ વોટ મળ્યા છે. અને જ્યારે 60 થી 80 ટકાની વચ્ચે બેટરી ચાર્જ થયેલી જગ્યાઓ પર કોંગ્રેસને વધુ વોટ મળ્યા છે.
આ વિસ્તારોમાં ફરીથી મતગણતરી કરવાની માંગ કરી હતી કોંગ્રેસે
હરિયાણા વિધાનસભા 2024ની ચૂંટણીમાં હાર્યા બાદ કોંગ્રેસે 20 વિધાનસભા વિસ્તારોમાં ચૂંટણી પંચને ફરીથી મતગણતરી કરવાની માંગ કરી હતી. અને પાંચને લખેલા પત્રમાં EVMમાં ગડબડ હોવાનું જણાવ્યું હતું. જે વિધાનસભા વિસ્તારોને લઈને કોંગ્રેસે ફરિયાદ કરી હતી તેમાં, નારનૌલ, કરનાલ, ડબવાલી, રેવાડી, હોડલ, કાલકા, પાણીપત શહેર, ઈન્દ્રી, બડખલ, ફરીદાબાદ NIT, નલવા, રાનિયા, પટૌડી, પલવલ, બલ્લભગઢ, બરવાલા, ઉચાના કલા, ઘરૌંડા, કોસલી અને બાદશાહપુર અને અન્ય વિસ્તારોનો સમાવેશ થાય છે.