Get The App

જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી ક્યારે? ચૂંટણી પંચે તારીખો જાહેર કરી

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી ક્યારે? ચૂંટણી પંચે તારીખો જાહેર કરી 1 - image


Assembly Election Date Announcement: ચૂંટણી પંચ આજે (16 ઓગસ્ટ) જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજ્યમાં છેલ્લી વખત 2014માં ચૂંટણી થઈ હતી. 370ની કલમ રદ કરાયા બાદ પહેલીવાર જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. 

આ તારીખે યોજાશે ચૂંટણી

ભારતીય ચૂંટણી પંચે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને બંને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેરાત કરી છે. જેમાં જમ્મુ-કાશ્મીરમાં 3 તબક્કામાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને પહેલી ઓક્ટોબરે મતદાન થશે. તેમજ 4 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત હરિયાણામાં પહેલી ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થશે. અને તેનું પણ પરિણામ 4 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.

આ કારણે મહારાષ્ટ્રમાં ચૂંટણીની જાહેરાત ન થઈ: CEC

મહારાષ્ટ્રમાં ચૂંટણીની જાહેરાત ન કરવા અંગે ચૂંટણી પંચે પ્રતિક્રિયા આપી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, તેથી મહારાષ્ટ્રમાં ચૂંટણી યોજવા અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન અનેક તહેવારો પણ આવે છે. પિતૃ પક્ષ, નવરાત્રિ, દશેરા અને દિવાળી આવશે, તેથી હજુ સુધી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેરાત કરવામાં આવી નથી.

હરિયાણામાં એક જ તબક્કામાં થશે મતદાન

જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી ક્યારે? ચૂંટણી પંચે તારીખો જાહેર કરી 2 - image

જમ્મુ કાશ્મીરમાં 3 તબક્કામાં થશે મતદાન

જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી ક્યારે? ચૂંટણી પંચે તારીખો જાહેર કરી 3 - image

હરિયાણામાં મતદાનમથકની આવી કરી છે વ્યવસ્થા 

હરિયાણામાં 2 કરોડ મતદારો 

હરિયાણામાં કુલ 90 વિધાનસભા બેઠકો માટે મતદારોની કેવી છે સ્થિતિ? 

 

જમ્મુ-કાશ્મીરના લોકો પરિવર્તન ઇચ્છે છે : મુખ્ય ચૂંટણી કમિશનર 

ચૂંટણી પંચે આજે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના લોકો પરિવર્તન ઈચ્છે છે. તમામ લોકો ચૂંટણી માટે ઉત્સુક છે. અમારી ટીમે જમ્મુ કાશ્મીર અને હરિયાણાની પણ મુલાકાત લીધી હતી. અમે હવામાન સુધરવાની રાહ જોઈ રહ્યા હતા. અમરનાથ યાત્રા પૂરી થવાની રાહ જોવાઈ રહી હતી. હાલમાં જમ્મુ-કાશ્મીરમાં 87.09 લાખ મતદારો છે. અહીં 20 લાખથી વધુ યુવાનો છે. ફાઈનલ મતદાર યાદી 20 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે.

જમ્મુ-કાશ્મીરના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં કુલ 11800 મતદાન મથકોની વ્યવસ્થા   

જમ્મુ-કાશ્મીરમાં મતદારોનું આ છે ગણિત


જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવી દેવાયું

2019માં કલમ 370 રદ કરાયા બાદ જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવી દેવાયું હતું. ત્યારથી ત્યાં રાજકીય પક્ષો રાજ્યનો સંપૂર્ણ દરજ્જો પરત કરવાની માગ કરી રહ્યા હતા. સરકાર તરફથી વારંવાર કહેવામાં આવી રહ્યું હતું કે પહેલા ચૂંટણી યોજાશે અને તેના પછી રાજ્યનો દરજ્જો મળશે. ચૂંટણી પંચના સૂત્રો અનુસાર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ત્રણથી ચાર તબક્કામાં મતદાન યોજાઈ શકે છે. સપ્ટેમ્બરમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી ચાલુ મહિનાના અંત સુધીમાં પરિણામો જાહેર કરવામાં આવી શકે છે.

જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી ક્યારે? ચૂંટણી પંચે તારીખો જાહેર કરી 4 - image


Google NewsGoogle News