જમ્મુ-કાશ્મીર સહિત બે રાજ્યોમાં ચૂંટણીનું થશે એલાન, ઈલેક્શન કમિશનની આજે મહત્ત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ
Image : IANS (File photot) |
Election Commission: ભારતીય ચૂંટણીપંચ આજે બપોરે 3 વાગ્યે એક મહત્ત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં જમ્મુ-કાશ્મીરના ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવશે. 370ની કલમ રદ કરાયા બાદ પહેલીવાર જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે.
હરિયાણામાં કુલ 90 વિધાનસભા બેઠકો
તાજેતરમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જમ્મુ-કાશ્મીર અને હરિયાણાના અધિકારીઓ સાથે આ મામલે બેઠક યોજી હતી. હરિયાણાની વાત કરીએ તો અહીં કુલ 90 વિધાનસભા બેઠકો છે. હાલમાં 3 બેઠક ખાલી છે. ભાજપ પાસે 41 ધારાસભ્યો છે તો જેજેપીના 10 અને કોંગ્રેસના 29 તથા INLD અને HLP ના એક એક ધારાસભ્ય છે. ગૃહમાં પાંચ અપક્ષના ધારાસભ્યો પણ છે.
આ પણ વાંચો : ઈસરો આજે ફરી રચશે ઈતિહાસ, પૃથ્વી પર નજર રાખવા EOS-08નું કરશે પ્રક્ષેપણ, કાઉન્ટડાઉન શરૂ
જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવી દેવાયું
2019માં કલમ 370 રદ કરાયા બાદ જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવી દેવાયું હતું. ત્યારથી ત્યાં રાજકીય પક્ષો રાજ્યનો સંપૂર્ણ દરજ્જો પરત કરવાની માગ કરી રહ્યા હતા. સરકાર તરફથી વારંવાર કહેવામાં આવી રહ્યું હતું કે પહેલા ચૂંટણી યોજાશે અને તેના પછી રાજ્યનો દરજ્જો મળશે. ચૂંટણી પંચના સૂત્રો અનુસાર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ત્રણથી ચાર તબક્કામાં મતદાન યોજાઈ શકે છે. સપ્ટેમ્બરમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી ચાલુ મહિનાના અંત સુધીમાં પરિણામો જાહેર કરવામાં આવી શકે છે.