પ્રથમ લોકસભા ચૂંટણી 1-2 નહીં પરંતુ ચાર મહિના ચાલી હતી, તો 1980માં ચાર જ દિવસમાં સમાપ્ત

ભારતીય ચૂંટણી પંચ (ECI) એ શનિવારે તારીખોની જાહેરાત કરી છે, જે મુજબ 7 તબક્કામાં ચૂંટણી યોજાશે

ચૂંટણી 19 એપ્રિલથી શરૂ થશે અને 1 જૂન સુધી ચાલશે

Updated: Mar 18th, 2024


Google NewsGoogle News
પ્રથમ લોકસભા ચૂંટણી 1-2 નહીં પરંતુ ચાર મહિના ચાલી હતી, તો 1980માં ચાર જ દિવસમાં સમાપ્ત 1 - image


Lok Sabha Election dates: ભારતના રાજકીય ઈતિહાસમાં 25 ઓક્ટોબર 1951 અને 21 ફેબ્રુઆરી 1952 આ બે તારીખો યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. હકીકતમાં, તે માત્ર ચાર મહિના હતા જે દરમિયાન દેશમાં પ્રથમ લોકસભા ચૂંટણી યોજાઈ હતી. જો કે, દેશ હંમેશા આટલા લાંબા ચૂંટણી સમયગાળામાંથી પસાર થયો નથી. 1980માં એક સમય એવો હતો કે જ્યારે માત્ર 4 દિવસમાં ચૂંટણી પૂરી થઈ ગઈ હતી. હવે જ્યારે ભારત 2024માં 18મી લોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે ત્યારે ઈતિહાસના પાના ફેરવવા મહત્વપૂર્ણ બની ગયા છે.

2024 ચૂંટણી શેડ્યૂલ

ભારતીય ચૂંટણી પંચ (ECI) એ શનિવારે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. આ અંતર્ગત 7 તબક્કામાં ચૂંટણી યોજાશે, જે 19 એપ્રિલથી શરૂ થશે અને 1 જૂન સુધી ચાલશે. 4 જૂને પરિણામ જાહેર થશે. ખાસ વાત એ છે કે આ ભારતની બીજી સૌથી લાંબી ચૂંટણી છે, જે 44 દિવસ સુધી ચાલશે.

દેશની પ્રથમ ચૂંટણી પ્રક્રિયા

1951-52ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 364 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની હતી. જ્યારે સીપીઆઈ 16 બેઠકો સાથે બીજા સ્થાને હતી. લગભગ 120 દિવસના સમયગાળામાં 489 બેઠકો માટે 68 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. એવું કહેવાય છે કે મોટાભાગની જનતાને ચૂંટણી પ્રક્રિયાની જાણ ન હોવાને કારણે સપ્ટેમ્બર 1951માં એક મોક ચૂંટણી પણ હાથ ધરવામાં આવી હતી. 

આટલી લાંબી ચૂંટણીનું કારણ શું?

25 રાજ્યોના 401 સંસદીય મતવિસ્તારોમાં લોજિસ્ટિકલ પડકારો અને હવામાનને કારણે પ્રથમ લોકસભા ચૂંટણી લગભગ 4 મહિના સુધી ચાલી હતી. જ્યારે પરિણામો જાહેર થયા હતા. એવું પણ કહેવામાં આવે છે કે આ ચૂંટણી પ્રકિયા 25 ઓક્ટોબરથી શરુ થઇ હતી, તેમ છતાં મતદાતાઓની સૌથી વધુ ભાગીદારી જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિયાન હતી.

જ્યારે માત્ર 4 દિવસમાં ચૂંટણી યોજાઈ હતી

1980 સુધીમાં, ભારતમાં લગભગ 6 સામાન્ય ચૂંટણીઓ યોજવામાં આવી હતી. ત્યારબાદ જાન્યુઆરી 1980માં, ભારત 7મી લોકસભાની ચૂંટણી માટે તૈયાર થયું. તે સમયે કોંગ્રેસે 350થી વધુ સીટો જીતી અને જનતા પાર્ટીએ 32 સીટો જીતી હતી. 

2024માં આટલો લાંબો ચૂંટણી કાર્યક્રમ કેમ છે?

આ વખતે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાતથી લઈને મતગણતરી સુધી કુલ 82 દિવસમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે. આ બાબતે ખુલાસો કરતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે પ્રદેશો અને જાહેર રજાઓ, તહેવારો અને પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણીની તારીખો નક્કી કરવામાં આવી છે.


Google NewsGoogle News