શું વિદેશમાં રહેતા NRI પણ ભારતની લોકસભા ચૂંટણીમાં મતદાન કરી શકે?

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
શું વિદેશમાં રહેતા NRI પણ ભારતની લોકસભા ચૂંટણીમાં મતદાન કરી શકે? 1 - image


NRI Voting Rules: ભારતમાં લોકસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે એક પ્રશ્ન થાય કે વિદેશમાં રહેતા ભારતીય નાગરિકો મતદાન કરી શકે કે નહી? તો જવાબ છે, વિદેશમાં રહેતા 18 વર્ષથી વધુ ઉંમરના તમામ ભારતીયો ચૂંટણીમાં મતદાન કરી શકે છે, જો કે તેઓએ ભારતીય નાગરિકત્વનો ત્યાગ ન કર્યો હોય. અન્ય દેશોમાં સ્થાયી થયેલા ભારતીય નાગરિકોને વર્ષ 2010 સુધી ભારતમાં મતદાન કરવાનો અધિકાર હતો નહી, પરંતુ હાલ મતદાન મથક આવીને મતદ્દન કરવાની શરત હેઠળ તેમને અધિકાર છે. 

NRI દ્વારા રિમોટ વોટિંગની માંગ

જો કે NRI લાંબા સમયથી રિમોટ વોટિંગની માંગ કરી રહ્યા છે, જેથી તેઓ ત્યાંથી જ ભારતમાં યોજાનારી ચૂંટણીમાં પોતાનો મત આપી શકે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ પણ દાખલ કરવામાં આવી છે. આ બાબત પર ચૂંટણી પંચનું કહેવું છે કે રિમોટ વોટિંગની વ્યવસ્થા પણ ટૂંક સમયમાં કરવામાં આવશે.

NRIને મતદાન અધિકાર 

વર્ષ 2010 પહેલા નિયમ એવો હતો કે જો કોઈ ભારતીય 6 મહિનાથી વધુ સમય માટે દેશની બહાર રહે છે તો મતદાર યાદીમાંથી તેનું નામ દૂર કરી દેવામાં આવે છે. ત્યારબાદ 2010માં રિપ્રેઝન્ટેશન ઓફ પ્યુપિલ્સ એક્ટમાં સુધારો કરવામાં આવ્યો અને એનઆરઆઈને મતદાનનો અધિકાર મળ્યો. મત આપવાનો અધિકાર મળ્યો, પરંતુ આરપી એક્ટની કલમ 20A મુજબ, તમારે તમારો મત આપવા માટે મતદાન મથક પર આવવું પડશે. એટલે કે એનઆરઆઈ મતદાન કરી શકે છે, પરંતુ મતદાન મથક પર આવીને. જેના કારણે મોટાભાગના એનઆરઆઈ મતદાનથી વંચિત રહી ગયા છે.

આ રીતે મતદાર યાદીમાં નામ ઉમેરી શકાશે

અભ્યાસ, નોકરી કે અન્ય કોઈ હેતુ માટે વિદેશમાં રહેતા ભારતીય નાગરિકો તેમના નામ મતદાર યાદીમાં નોંધણી કરાવી શકે છે. 18 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ એનઆરઆઈ ચૂંટણી પંચની વેબસાઇટ પરથી ફોર્મ 6A ડાઉનલોડ કરીને ભરીને આ કરી શકે છે અથવા તો આ ફોર્મ તે વિદેશમાં ભારતીય દૂતાવાસોમાંથી પણ મફતમાં લઈ શકાય છે.

પરંતુ કોઈપણ એનઆરઆઈ ભારતમાં જ્યાં રહેતો હોય ત્યાં જ તેનું નામ મતદાર યાદીમાં નોંધણી કરાવી શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ NRI ગુજરાતના અમદાવાદમાં રહે છે તો ત્યાની વિધાનસભામાં તેનું નામ મતદાર યાદીમાં જ નોંધવામાં આવશે.

ફોર્મ 6A ભર્યા પછી, તે પોસ્ટ દ્વારા સંબંધિત ચૂંટણી નોંધણી અધિકારીને મોકલી શકાય છે અથવા તો ચૂંટણી પંચની વેબસાઈટ પરથી ઓનલાઈન પણ સબમિટ કરી શકાશે. તમામ નોંધણી અધિકારીઓના નામ અને નંબર પણ વેબસાઇટ પર જ ઉપલબ્ધ હશે.

ઓનલાઈન વોટ કરી શકાય છે?

હાલમાં, વિદેશમાં રહેતા ભારતીય નાગરિકો માટે કોઈ ઓનલાઈન વોટિંગની સુવિધા નથી. વર્તમાન સમયમાં માત્ર ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ, સેનાના કર્મચારીઓ અથવા વિદેશમાં કામ કરતા સરકારી અધિકારીઓ જ ઈલેક્ટ્રોનિક અથવા પોસ્ટ દ્વારા મતદાન કરી શકે છે. તેમને સર્વિસ વોટર્સ કહેવામાં આવે છે. તેઓ ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ એટલે કે ETPBS દ્વારા તેમનો મત આપે છે. 

2019ની ચૂંટણીમાં 18 લાખથી વધુ લોકોએ કર્યું હતું રિમોટ વોટિંગ

માહિતી અનુસાર, 2019ની ચૂંટણીમાં 18 લાખથી વધુ પોસ્ટલ બેલેટ મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 10.84 લાખ લોકોએ તેને ભરીને મોકલ્યા હતા. એટલે કે, 60 ટકાથી વધુ વોટ ETBPS દ્વારા પડ્યા હતા.ચૂંટણી પંચ અને સરકાર એનઆરઆઈ માટે પણ આવી જ સુવિધા શરૂ કરવા પર કામ કરી રહી છે. જો કે હજુ સુધી તેની શરૂઆત થઈ નથી.

શું વિદેશમાં રહેતા NRI પણ ભારતની લોકસભા ચૂંટણીમાં મતદાન કરી શકે? 2 - image



Google NewsGoogle News