For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

‘પરીક્ષામાં જય શ્રીરામ લખવાથી 50% નંબર મળે છે’ ઓવૈસીનો ભાજપના ચાર દિગ્ગજ નેતા પર કટાક્ષ

Updated: Apr 28th, 2024

‘પરીક્ષામાં જય શ્રીરામ લખવાથી 50% નંબર મળે છે’ ઓવૈસીનો ભાજપના ચાર દિગ્ગજ નેતા પર કટાક્ષ

Lok Sabha Elections 2024 : AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું છે. તેમણે એક સમાચાર પત્રનો ઉલ્લેખ કરી ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘ચાર બાળકોએ પરીક્ષામાં જય શ્રીરામ લખ્યું તો પરીક્ષક તેમને 50 ટકા નંબર આપી દીધા.’

‘તેઓ ભલે કાંઈ ન કરે પણ તેમને વોટ આપો’

ઓવૈસીએ ચાર નામોનો ઉલ્લેખ કરી કહ્યું કે, ‘મને તે ચાર બાળકોના નામ ખબર પડી ગઈ છે, જેમાં પહેલું નામ નરેન્દ્ર મોદી, બીજું અમિત શાહ, ત્રીજું યોગી આદિત્યનાથ અને ચોથું જે.પી.નડ્ડાનું નામ છે. તેઓ ભલે કાંઈ ન કરે પણ તેમને વોટ આપો. જો આ લોકો પરીક્ષામાં જય શ્રીરામ લખે તો તેમને 50 ટકા નંબર મળી જાય. જો આપણી દિકરી હિજાબમાં જઈ રહી હોય ત્યારે તેઓ કહે છે કે, અમે તમને પરીક્ષામાં લખવા નહીં દઈએ.’

ઓવેસીએ વડાપ્રધાન મોદી પર સાધ્યુ નિશાન

અગાઉ ઓવેસીએ મુસ્લિમોની સંપત્તિ વહેંચવાના વડાપ્રધાન મોદીના નિવેદન પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી આવા નિવેદનથી બહુમતી ધરાવતા સમાજમાં ડરનો માહોલ ઉભો કરવા માંગે છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશની એક યુનિવર્સિટીની પરીક્ષામાં ફર્સ્ટ યરના ચાર વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં જય શ્રીરામ અને ઈન્ટરનેશનલ ક્રિકેટના ખેલાડીઓના નામ લખી દીધા હતા. તેમ છતાં પરીક્ષકે તેમને પાસ કરી દીધા હતા. આ વિદ્યાર્થીઓએ લગભગ 56 ટકા સાથે પરીક્ષા પાસ કરી હતી.

Gujarat