2025 સુધીમાં ભારતમાં બમણી થઈ જશે વૃદ્ધોની વસ્તી, વૃદ્ધાઓને પડશે વધુ તકલીફ : UNFPA

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
2025 સુધીમાં ભારતમાં બમણી થઈ જશે વૃદ્ધોની વસ્તી, વૃદ્ધાઓને પડશે વધુ તકલીફ : UNFPA 1 - image


Elderly Population In India : યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના ઈન્ડિયા યુનિટ UNFPA-ઈન્ડિયા દ્વારા 2050 સુધીમાં ભારતમાં વૃદ્ધોની વસ્તી બમણી થવાનો ચોંકાવનારો દાવો કરાયો છે. તેમના રિપોર્ટમાં વૃદ્ધ મહિલાઓનો પણ ઉલ્લેખ કરાયો છે અને એવું હેવાયું છે કે, વૃદ્ધાવસ્થા દરમિયાન મહિલાઓ એકલી પડી શકે છે, જેથી તેમના માટે વધુ સુવિધાઓ ઉભી કરવાની જરૂર છે.

ભારતમાં વૃદ્ધ મહિલાઓ માટે વધુ સુવિધાઓ ઉભી કરવાની જરૂર

UNFPA-ઈન્ડિયાના વડા એન્ડ્રીયા વોજનરે જણાવ્યું છે કે, 2050 સુધીમાં ભારતમાં વૃદ્ધોની વસ્તી બમણી થઈ શકે છે. આવી સ્થિતિમાં વૃદ્ધો માટે વિશેષ નીતિઓ બનાવવાની જરૂર છે, જેથી તેઓ આરોગ્ય સેવાઓ, આવાસ અને પેન્શન મેળવી શકે. ખાસ કરીને વૃદ્ધ મહિલાઓ માટે વધુ સુવિધાઓ ઉભી કરવાની જરૂર છે, કારણ કે તેઓ વૃદ્ધાવસ્થામાં એકલા પડી શકે છે. તેમના માટે ગરીબી મોટી સમસ્યા બની રહેશે. સંશોધનમાં ભારતની તે મુખ્ય બાબતોને ટાંકવામાં આવી છે, જેમાં કેન્દ્ર સરકાર વિકાસને વેગ આપવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે અને તેમાં યુવા વસ્તી, વૃદ્ધ વસ્તી, શહેરીકરણ, સ્થળાંતર અને આબોહવા પરિવર્તનનો સમાવેશ થાય છે. આ દેશ સામે અનેક પડકારો છે, પરંતુ તેને તકોમાં પણ ફેરવી શકાય છે.

આ પણ વાંચો : રાહુલ ગાંધીને મળશે એવોર્ડ, જાણો કયા પુરસ્કારથી નવાજવામાં આવશે કોંગ્રેસના દિગ્ગજ નેતા

ભારતમાં વૃદ્ધોની વસ્તી કેટલી?

ભારતમાં વર્ષ 2050 સુધીમાં વૃદ્ધોની વસ્તી બમણી થઈને 34 કરોડ 60 લાખ થવાનું અંદાજ છે. જો તેમની જરૂરીયાત મુજબ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભી કરવા માટે અત્યારથી રોકાણ ન કરવામાં આવે તો આગામી સમયમાં ઘણી મુશ્કેલી ઉભી થઈ શકે છે. ખાસ કરીને આરોગ્ય સેવા, મકાનો અને પેન્શન યોજનાઓમાં રોકાણ વધારવાની પ્રબળ જરૂર છે. આ પડકાર વાસ્તવમાં તક પણ ઊભી કરી શકે છે. હાલમાં ભારતમાં 10થી 19 વર્ષની વયજૂથના લોકોની સંખ્યા 25 કરોડથી વધુ છે. જો આરોગ્ય, શિક્ષણ, રોજગાર તાલીમ અને રોજગાર સર્જનમાં રોકાણ કરવામાં આવે તો, આ વસ્તી વિષયક સંભાવનાનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી દેશને સતત પ્રગતિના પંથે આગળ વધવામાં પણ મદદ મળશે.

ચીનમાં વૃદ્ધોની ગંભીર સમસ્યા

ચીન (China)માં વૃદ્ધ વસ્તી પહેલેથી જ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. ચીનની સામ્યવાદી સરકારે વસ્તી ઘટાડવા માટે વર્ષ 1980માં કડક વસ્તી નિયંત્રણ કાયદો શરૂ કર્યો હતો. આ મુજબ ચીનમાં મોટાભાગના પરિવારો એક જ બાળકને જન્મ આપી શકે છે. આ કાયદાને કારણે ચીનની વસ્તી તો અંકુશમાં આવી ગઈ, પરંતુ તેમના સ્થાને વૃદ્ધો સંખ્યા વધવા લાગી. આમ વૃદ્ધોની વધતી સંખ્યા સામે યુવા વસ્તી તૈયાર ન થઈ શકી.

આ પણ વાંચો : બાંગ્લાદેશની હિંસા અંગે મમતા બેનર્જીનું મોટું નિવેદન કહ્યું, ‘તેઓ અમારા દરવાજે આવશે તો...’


Google NewsGoogle News