Get The App

Cold Wave News: હવામાન વિભાગની મોટી આગાહી, આ વખતે ઠંડીમાંથી મળશે રાહત, શીતલહેર પણ નહીં અનુભવાય

IMD દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવી છે કે આ વખતે શિયાળો ગરમ રહેવાની સંભાવના છે

2023 ધરતી પર અત્યાર સુધીનો સૌથી ગરમ વર્ષ રહેવાની સંભાવના જોવા મળી રહી છે.

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
Cold Wave News: હવામાન વિભાગની મોટી આગાહી, આ વખતે ઠંડીમાંથી મળશે રાહત, શીતલહેર પણ નહીં અનુભવાય 1 - image
Image Freepic

તા. 3 ડિસેમ્બર 2023, રવિવાર 

ભારતીય હવામાન વિભાગ (IMD)એ દેશભરમાં આ વર્ષે શિયાળો ગરમ રહેવાની ભવિષ્યવાણી કરતા કહ્યું હતું કે લઘુતમ તાપમાન સામાન્યથી થોડુ વધારે રહી શકે છે. આ ભારત સહિત દુનિયાભરમાં ગયા મહિનાના અનુભવના આધારે કહી શકાય છે, જે 1901 પછી આ ત્રીજો સૌથી વધારે ગરમ નવેમ્બર  રહ્યો હતો. 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીમાં ઉભુ થનારુ ચક્રવાત જેવા પ્રાદેશિક પરિબળો જવાબદાર 

ભારતમાં 1901 પછી આ વખતે ફેબ્રુઆરી, ઓગસ્ટ અને નવેમ્બર આ ત્રણેય મહિના સૌથી વધારે ગરમ રહ્યા. આઈએમડીના મહાનિર્દેશક મુત્યુજય મહાપાત્રએ કહ્યુ કે અન નીનો જેવી મોટા પ્રમાણમાં વિશેષતાઓ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીમાં ઉભુ થનારુ ચક્રવાત જેવા પ્રાદેશિક પરિબળો ઉપરાંત દેશમાં સામાન્યથી થોડુ વધારે તાપમાનથી ઉપરનો અનુભવ થવાની સંભાવના છે, જેના કારણે આ શિયાળો ગરમ રહેશે.

ડિસેમ્બર મહિનામાં પણ પારામાં કોઈ નોંધપાત્ર ઘટાડો થાય તેવી સંભાવના નથી

IMDનાં પ્રમુખે કહ્યું કે, તે સિવાય ઝડપથી વિકસિત થતા ચક્રવાતના કારણે વાદળ છવાયેલા રહેશે અને આવનારા દિવસોમાં દક્ષિણ દ્વીપકલ્પ ભારત અને પૂર્વ તટીય ભારતમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધારે રહે તેવી સંભાવના છે. મહાપાત્રાએ કહ્યું હતું કે, આ વખતે ડિસેમ્બર મહિનામાં પણ પારામાં કોઈ નોંધપાત્ર ઘટાડો થાય તેવી સંભાવના નથી દેખાતી. આ સાથે પૂર્વી અને પૂર્વોત્તર ભારત સિવાય દેશના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં થોડુ વધારે રહે તેવી સંભાવના રહેલી છે. 



Google NewsGoogle News