Get The App

મહારાષ્ટ્રમાં ભાજપનો દબદબો પણ બહુમતી નહીં, હવે શિંદે આ 5 મુદ્દાને હથિયાર બનાવી કરશે CMની ખુરશી પર દાવો

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં ભાજપનો દબદબો પણ બહુમતી નહીં, હવે શિંદે આ 5 મુદ્દાને હથિયાર બનાવી કરશે CMની ખુરશી પર દાવો 1 - image


Maharashtra Assembly Election Results 2024: મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે આયોજિત વિધાનસભા ચૂંટણીમાં 288 બેઠકો પર 65%થી વધુ મતદાન થયું હતું. મહારાષ્ટ્રના ચૂંટણી વલણો પ્રમાણે ભાજપની આગેવાની ધરાવતી મહાયુતિને 210 બહુમતી મળી ગઈ છે. ત્યારે મહાયુતિને પૂર્ણ બહુમતી મળતાની સાથે જ એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો છે. જોકે, તેમણે કહ્યું કે, 'હવે મુખ્યમંત્રી કોણ બનશે તેનો નિર્ણય એનડીએની બેઠકમાં લેવાશે.' અહેવાલો અનુસાર, શિવસેનાના નેતા એકનાથ શિંદે મુખ્યમંત્રીને લઈને એનડીએની બેઠકમાં પોતાના પાંચ મુદ્દાઓ સાથે મુખ્યમંત્રી પદ માટે દાવો કરશે.

સરકાર અને મુખ્યમંત્રીને આદેશ

મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી દરમિયાન NDA ગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, એકનાથ શિંદેની શિવસેનાએ ભાજપ જેટલી જ બેઠકો જીતવામાં સફળ રહી હતી. એનડીએ વિધાનસભા ચૂંટણીમાં મોટી લીડ તરફ આગળ વધી રહી છે. 

મતગણતરી વચ્ચે એકનાથ શિંદેએ કહ્યું કે, 'આ સરકારના કામનો જનાદેશ છે.' એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે શિંદે મુખ્યમંત્રી પદ માટે ચર્ચા કરશે, ત્યારે તેઓ આ વાતને મજબૂતીથી રાખી શકે છે. શિંદે દલીલ કરી શકે છે કે જો મુખ્યમંત્રી બદલાશે તો શિવસેના (શિંદે જૂથ)ના કાર્યકરોને પણ નુકસાન થશે અને ભવિષ્યમાં તેની અસર ખરાબ થઈ શકે છે.

ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી નથી

એકનાથ શિંદે મુખ્યમંત્રી પદ માટે દાવો કરી શકે છે. કારણ કે, ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નથી. અત્યાર સુધી ભાજપને માત્ર 120-125 બેઠક પર જ લીડ મળી રહી છે. હવે અંતિમ પરિણામોમાં પણ 5થી વધુ બેઠકો બદલવી મુશ્કેલ છે.

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે 145 ધારાસભ્યોની જરૂર છે. 2019માં ભાજપ બહુમતી ન મળવાને કારણે સરકાર બનાવવામાં નિષ્ફળ રહી હતી.

અજિત પવાર વિશ્વાસપાત્ર નેતા નથી

એનસીપીના નેતા અજિત પવાર એનડીએમાં હોવા છતાં તેમના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. 2019થી અત્યાર સુધીમાં અજિત પવાર ત્રણ વખત યુ-ટર્ન લઈ ચૂક્યો છે. અજિત પવારની વિચારધારા પણ ભાજપ સાથે મેળ ખાતી નથી. વિધાનસભા ચૂંટણી દરમિયાન અજીત અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે વિવાદ રહ્યો હતો.

આ પણ વાંચો: વાયનાડમાં પ્રિયંકા ગાંધીની જીત, સંસદ પહોંચનારા ગાંધી પરિવારના 9મા સભ્ય બન્યા

ફડણવીસે અજિત પર હિન્દુત્વના વિરોધીઓ સાથે હોવાનો આરોપ લગાવ્યો હતો. ચૂંટણી દરમિયાન તેઓ ખુલ્લેઆમ કહેતા હતા કે 'તમે મને મત આપો. મને જે મત મળશે તે ભાજપના નથી.'

એકનાથ શિંદે મુખ્યમંત્રી પદને લઈને આને મોટો મુદ્દો બનાવશે. શિંદે એમ કહીને દાવો કરશે કે શિવસેનાની વિચારધારા પહેલાથી જ ભાજપ જેવી છે.

અઢી વર્ષના કામ માટે મંજૂરીની મહોર

શિવસેના (એકનાથ જૂથ)ના નેતા એકનાથ શિંદેએ પણ અઢી વર્ષનો રાગ છેડ્યો છે. તેમણે કહ્યું છે કે, 'અમારા કામને જનતાએ મંજૂરી આપી છે. એકનાથ શિંદે ટોલ ફ્રી, લાડકી બહેન જેવી યોજનાઓ દ્વારા આ ચૂંટણી લડ્યા હતા. જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ યોજનાઓનો મજબૂત અમલ કર્યો હતો. આવી સ્થિતિમાં શિંદે આના આધારે પણ સોદાબાજી કરી શકે છે.' શિંદે દાવો કરી શકે છે કે અત્યારે સરકાર સારી રીતે ચાલી રહી છે. જો તેની રચનામાં ફેરફાર કરવામાં આવે તો વધુ સમસ્યાઓ વધી શકે છે.

ભાજપ માટે પાર્ટી તોડી નાખી

એકનાથ શિંદેએ ભારતીય જનતા પાર્ટી માટે જ શિવસેનામાં બળવો કર્યો હતો. વર્ષ 2022ના બળવા દરમિયાન ભાજપ તેમની સાથે મજબૂત રીતે ઊભો રહી હતી. બળવાના કારણે ઉદ્ધવ જૂથ હજુ પણ તેમને દેશદ્રોહી કહી રહ્યું છે. ચૂંટણી દરમિયાન, શિંદેને એક કાર્યકર પર ખૂબ ગુસ્સો આવ્યો જેણે તેમને દેશદ્રોહી કહ્યા હતા.

2022માં એકનાથ શિંદેએ 45 વર્ષ જૂની શિવસેનામાં બળવો કર્યો હતો. આ બળવાને કારણે ઉદ્ધવે શિવસેનાની કમાન પણ ગુમાવી દીધી.આ કારણે શિંદે મુખ્યમંત્રી પદ માટે દાવો કરી શકે છે.

મહારાષ્ટ્રમાં ભાજપનો દબદબો પણ બહુમતી નહીં, હવે શિંદે આ 5 મુદ્દાને હથિયાર બનાવી કરશે CMની ખુરશી પર દાવો 2 - image


Google NewsGoogle News