Get The App

મહાયુતિમાં શું ચાલે છે? એકનાથ શિંદેના દીકરાએ મૂંઝવણ વધારી, કહ્યું - હું ડેપ્યુટી સીએમ નહીં બનું

Updated: Dec 2nd, 2024


Google NewsGoogle News
મહાયુતિમાં શું ચાલે છે? એકનાથ શિંદેના દીકરાએ મૂંઝવણ વધારી, કહ્યું - હું ડેપ્યુટી સીએમ નહીં બનું 1 - image


Enath Shinde Son Shrinath Shinde Big Statement: મહારાષ્ટ્રમાં મખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે એકનાથ શિંદેના દીકરા શ્રીકાન્ત શિંદેના એક ટ્વીટથી રાજકારણ ગરમાયું છે. શ્રીકાન્ત શિંદેએ એક ટ્વીટ કરીને એ સ્પષ્ટ કરી દીધું છે કે, હું ડેપ્યુટી સીએમ નહીં બનું. હું રાજ્યમાં કોઈ પણ મંત્રી પદની રેસમાં નથી. મહાગઠબંધન સરકારના શપથ ગ્રહણ સમારોહમાં વિલંબ થઈ રહ્યો છે અને તાજેતરમાં આ મુદ્દે ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે અને અનેક અફવાઓએ જોર પકડ્યું છે. કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેની તબિયત ખરાબ હોવાના કારણે તેઓ બે દિવસ માટે પૈતૃક ગામ ગયા હતા અને ત્યાં તેઓ આરામ કરી રહ્યા હતા, જેના કારણે અફવાઓએ જોર પકડ્યું છે. 

મારા નાયબ મુખ્યમંત્રી પદ અંગે ચાલી રહેલા તમામ સમાચાર પાયાવિહોણા

શ્રીકાન્ત શિંદે કહ્યું કે, છેલ્લા બે દિવસથી આ સમાચાર વાયુવેગે ફેલાઈ રહ્યા છે કે, હું મહારાષ્ટ્રનો ડેપ્યુટી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યો છું, પરંતુ હકીકતમાં તેમાં કોઈ સત્ય નથી અને મારા નાયબ મુખ્યમંત્રી પદ અંગે ચાલી રહેલા તમામ સમાચાર પાયાવિહોણા છે. 


શ્રીકાંતે ટ્વીટમાં આગળ લખ્યું કે, 'લોકસભાની ચૂંટણી બાદ પણ મને કેન્દ્ર સરકારમાં મંત્રી બનવાની તક મળી હતી, પરંતુ તે પછી પણ પાર્ટી સંગઠન માટે કામ કરવાનું વિચારીને મેં મંત્રી પદ ઠુકરાવી દીધું હતું. મને સત્તામાં પદની કોઈ ચાહ નથી. હું ફરી એકવાર સ્પષ્ટ કરી દઉં કે, હું રાજ્યમાં કોઈપણ મંત્રી પદની રેસમાં નથી. હું મારા લોકસભા મતવિસ્તાર અને મારી પાર્ટી શિવસેના માટે જ કામ કરીશ.'

આ પણ વાંચો: સરકાર બન્યા પહેલા જ મહાયુતિમાં વિખવાદ, 'શિંદે' સેનાએ હવે અજિત પવાર સામે બાંયો ચડાવી



Google NewsGoogle News