દિલ્હી સુધી પહોંચ્યો મહારાષ્ટ્રના CMનો વિવાદ, શિંદેએ નમતું ન જોખતાં PM મોદી લેશે અંતિમ નિર્ણય!
Maharashtra CM Race: મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત બાદ મુખ્યમંત્રી પદનો મામલો ગરમાયો છે. મહારાષ્ટ્રમાં સીએમ પદનો વિવાદ દિલ્હી સુધી પહોંચ્યો છે. ભાજપ પાસે 132 બેઠકોની બહુમતી હોવાથી લોકોને વિશ્વાસ છે કે, મુખ્યમંત્રી પદ ફડણવીસને સોંપવામાં આવશે. પણ શિંદે આ મામલે નમતું મૂકવા માગતા નથી.
વડાપ્રધાન સમક્ષ માગ કરાશે
શિંદેના નેતાઓએ દાવો કર્યો છે કે, ‘શિંદેની આગેવાનીમાં ચૂંટણી લડી હતી, તેથી જીત બાદ તેમને જ મુખ્યમંત્રી બનાવવા જોઈએ. શિંદેસેનાના સાંસદો અને પૂર્વ સાંસદોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરવાની ઍપોઇન્ટમેન્ટ લીધી છે. તેઓ તેમની સમક્ષ શિંદેને મુખ્યમંત્રી બનાવવા માગ કરશે.’
આ પણ વાંચોઃ કોંગ્રેસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું માઇક થઈ ગયું બંધ, કહ્યું- દેશમાં જે દલિતોની વાત કરશે તેની સાથે આવું જ થશે
એકનાથ શિંદેએ રાજીનામું આપ્યું
એકનાથ શિંદેએ આજે રાજ્યપાલને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું સોંપ્યું હતું. શિંદેએ નવા મુખ્યમંત્રી શપથ ન લે ત્યાં સુધી શિંદેને કાર્યકારી મુખ્યમંત્રી તરીકે સેવાઓ આપવા આદેશ કર્યો છે. 26 નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થયો છે. આજે સાંજ સુધીમાં મુખ્યમંત્રી પદ માટે નામ જાહેર થઈ શકે છે.
સીએમ પદ પર કોઈ વિવાદ નહીં
મુંબઈમાં શિવસેના ધારાસભ્યોની ઉપસ્થિતિમાં દિપક કેસરકરે જણાવ્યું હતું કે, ‘મુખ્યમંત્રી પદ મુદ્દે કોઈ વિવાદ નથી. તેમણે કહ્યું કે, સંગઠન મજબૂત કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કેસરકરે જણાવ્યું હતું કે, ત્રણ પક્ષો વચ્ચે મજબૂત એકતા છે. એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી અને અમિત શાહ જે પણ નિર્ણય લેશે, તમામ લોકો તેમને સમર્થન આપશે.’