Get The App

શિંદેની પાર્ટીમાં બળવો, દિગ્ગજ નેતાએ કહ્યું - એવું લાગે છે કે તમને સાથ આપીને મોટી ભૂલ કરી

Updated: Dec 16th, 2024


Google NewsGoogle News
Eknath Shinde


Maharashtra Cabinet: મહારાષ્ટ્ર સરકારનું કેબિનેટ વિસ્તરણ ગઈકાલે રવિવારે થયું અને 39 ધારાસભ્યોએ મંત્રી પદે શપથ ગ્રહણ કર્યાં. આ સાથે જ જે નેતાઓ અને મંત્રીઓને સાઈડ લાઈન કરવામાં આવ્યા તેઓએ નારાજગી વ્યક્ત કરી છે. શિવસેના અને એનસીપીના ઘણા નેતાઓ સતત જીતી રહ્યા હોવા છતાં મંત્રી પદ આપવામાં ન આવતાં રોષ ઠાલવ્યો છે.

એકનાથ શિંદેની પાર્ટીના ધારાસભ્ય નરેન્દ્ર ભોંડેકરે વિદર્ભન સંયોજક અને ઉપનેતા પદ પરથી રાજીનામું આપ્યા બાદ હવે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે. એકનાથ શિંદેને સમર્થન આપીને મોટી ભૂલ કરી હોવાનું પણ સ્વીકાર્યું છે.

નરેન્દ્ર ભોંડેકરે જણાવ્યું કે, ‘તમે અઢી વર્ષ પહેલાં શિવસેના સામે બળવો કરી અલગ માર્ગ અપનાવ્યો હતો. 10 અપક્ષ ધઆરાસભ્યોમાં હું પહેલો હતો કે, જેણે તમને સાથ આપ્યો હતો. હું કોઈપણ સ્વાર્થ વિના તમારી પાસે આવ્યો અને અઢી વર્ષમાં સરકારમાં કંઈ પણ માગ્યા વિના મેં સમર્થન આપ્યું છે. તમે વચન આપ્યું હતું કે, આપણી સરકાર બનશે તો મને તમે મંત્રી પદ આપીશું. હું ઈચ્છું છું કે, જિલ્લા પ્રતિનિધિત્વ સરકારમાં રહે, ક્યાં સુધી બીજા જિલ્લાના મંત્રી આ કાર્યભાર સંભાળશે.’

આ પણ વાંચોઃ ઠાકરે બંધુ ફરી થશે એકજૂટ? જાણો કઈ વાતથી મળ્યાં સંકેત, મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચા છંછેડાઈ

તમે વચન આપ્યું પણ પાળ્યું નહીં

એકનાથ શિંદે સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરતાં વધુ કહ્યું કે અમે અમારા જિલ્લાની જનતાને શું જવાબ આપીશું. હું ભંડારા જિલ્લાની શહેર બેઠક પરથી સતત ત્રીજી વખત ચૂંટણી જીત્યો છું. મેં એકનાથ શિંદે, ઉદય સામંત અને શ્રીકાંત શિંદેને સંદેશ મોકલીને પોતાનું પદ છોડી રહ્યા હોવાની જાણ કરી છે. પોતાના રાજીનામાની સાથે નરેન્દ્ર ભોંડેકરે એવા નેતાઓ પર પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે જેઓને હાલ મંત્રી બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે એવા ઘણા લોકો છે જે પાછલા બારણેથી પાર્ટીમાં આવ્યા અને પછી મંત્રી પદ મેળવ્યું. તો પછી પ્રામાણિક અને વિશ્વાસપાત્ર લોકો સાથે આ ભેદભાવ કેમ?

તેમણે કહ્યું કે, મારી પાસે 6 જિલ્લાના કન્વીનરની જવાબદારી છે. પણ કોઈ મુદ્દે મારી પાસેથી શું સલાહ લેવામાં આવી? તેમજ મને કોઈ માહિતી આપવામાં આવતી નથી અને હું પોતે મંત્રી પરિષદમાં સ્થાન મેળવી શક્યો નથી. આવી સ્થિતિમાં હું મારા વિસ્તાર અને જિલ્લાના લોકોને શું જવાબ આપી શકીશ? આટલું જ નહીં, હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાનો હતો, પરંતુ વિસ્તારના લોકોનો વિચાર કરીને અટકી ગયો. 

ફડણવીસની પ્રશંસા કરી

બીજી તરફ ઝાહિરે દેવેન્દ્ર ફડણવીસની પ્રશંસા કરતાં કહ્યું કે, તેમની તરફથી ભાજપમાં જોડાવાની ઓફર આવી હતી. હું પણ તેમને મારા નેતા માનું છું, પણ સાથે ન ગયો. શું તે મારી ભૂલ હતી?

શિંદેની પાર્ટીમાં બળવો, દિગ્ગજ નેતાએ કહ્યું - એવું લાગે છે કે તમને સાથ આપીને મોટી ભૂલ કરી 2 - image


Google NewsGoogle News