CMની ખુરશી નહીં, આ ખાસ પદ પર છે શિંદેની નજર: ઠાકરે મુખ્યમંત્રી હતા ત્યારે પણ કરી હતી જીદ
Maharashtra Politics: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે તે હજુ સ્પષ્ટ નથી. એવી અટકળો ચાલી રહી છે કે ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બની શકે છે. આ દરમિયાન એવી પણ ચર્ચા છે કે શિવસેના વડા એકનાથ શિંદે રાજ્યના ગૃહ મંત્રાલયમાં રસ દાખવી રહ્યા છે. જો કે, હાલમાં આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં શપથ ગ્રહણ સમારોહ પાંચમી ડિસેમ્બર એટલે કે ગુરુવારે યોજાઈ શકે છે.
શિંદે કેમ રાજ્યના ગૃહમંત્રી બનવા માંગે છે?
અહેવાલો અનુસાર, એકનાથ શિંદે મુખ્યમંત્રી પદને બદલે ગૃહ મંત્રાલયનો આગ્રહ રાખતા હોય તેવું લાગી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શિવસેના (શિંદે જૂથ)માં દરેક વ્યક્તિ શિંદેના પોલીસ ફોર્સ પ્રત્યેના પ્રેમને જાણે છે જે રાજ્યના સમગ્ર પોલીસ દળને નિયંત્રિત કરે છે.
વર્ષ 2019માં જ્યારે ઉદ્ધવ ઠાકરે માટે મુખ્યમંત્રી બનવાનો રસ્તો સાફ થઈ ગયો હતો, ત્યારે શિંદે પણ રાજ્યના ગૃહમંત્રી મંત્રી બનવા માંગતા હતા. જો કે, તે સમયે સત્તાની વહેંચણી થઈ હતી, તે સમયે મુખ્યમંત્રી પદ અવિભાજિત શિવસેના અને ગૃહ મંત્રાલય અવિભાજિત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પાસે ગયું હતું. ત્યારબાદ શહેરી વિકાસ મંત્રાલયની જવાબદારી શિંદેને સોંપવામાં આવી.
જૂન 2022માં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા પછી પણ એકનાથ શિંદે રાજ્યના ગૃહ મંત્રાલયમાં રસ લાખવી રહ્યા હતા. પરંતુ ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બન્યા પછી આ વિભાગ ભાજપ પાસે ગયો. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપને મુખ્યમંત્રી પદ મળ્યા બાદ એકનાથ શિંદે રાજ્યના ગૃહ મંત્રાલયની માંગ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, એકનાથ શિંદે પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ, ઈન્ડસ્ટ્રીઝ અને MSRDC પાસે પણ માંગ કરી રહ્યા છે.