'જો મર્દની ઓલાદ છો તો...', ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચે શાબ્દિક યુદ્ધ, માથા ફોડવા સુધીની આપી ધમકી
Maharashtra Politics: શિવસેના નેતા અને મહારાષ્ટ્ર સરકારના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ 'ઑપરેશન ટાઈગર' પર ઉદ્ધવ ઠાકરેને જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, 'અસલી શિવસેના અને અસલી ટાઈગર અમે અને અમારા લોકો છે. કોઈની દાળ નથી ગળવાની.' ઉદ્ધવ ઠાકરેએ આકરા શબ્દોમાં પલટવાર કરતા કહ્યું કે, 'જો મર્દની ઓલાદ છો તો અમારી પાર્ટી તોડીને બતાવો. માથું ફોડી નાખીશું.'
ઉદ્વવ ઠાકરેએ એકનાથ શિંદે અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, 'જો તમે (એકનાથ શિંદે અને ભાજપ) મર્દની ઓલાદ છો તો ઈડી, સીબીઆઈ, ઇનકમ ટેક્સ અને પોલીસને એક તરફ રાખી દો અને અમારી સામે લડીને બતાવો. અમે તમને બતાવીશું કે અસલી શિવસેના કઈ છે. તમે અમને તોડવાનો પ્રયાસ કરશો તો અમે તમારું માથું ફોડી નાખીશું.'
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં લઘુમતી-દલિતોના નામ વૉટર્સ લિસ્ટમાંથી કપાયા: રાહુલ ગાંધીનો EC પર ગંભીર આરોપ
એકનાથ શિંદેનો પલટવાર
મહારાષ્ટ્રમાં ઑપરેશન ટાઈગર પર શિંદેએ ઉદ્ધવ ઠાકરેને વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, 'અસલી ટાઈગર અને અસલી શિવસેના અમારી સાથે છે. તે નકલી છે. એ જનતાએ પોતાના મતથી સાબિત કરી દીધું છે. સિંહની ખાલ પહેરીને કોઈ સિંહ ન બની શકે, તેના માટે સિંહનું જીગર હોવું જોઈએ. મારા કામથી પ્રભાવિત થઈને તમામ પાર્ટીઓના લોકો મને મળતા રહે છે. તેને રાજકીય રંગ ન આપી દેવો જોઈએ. હજુ ટ્રેલર છે... પિક્ચર હજુ બાકી છે. કેટલાક મોટા નેતા અમારી સાથે આવશે. અમારા દરવાજા ખુલા છે. અમને કોઈ ઓપરેશન ટાઇગર ચલાવવાની જરૂર નથી. લોકો અમારી સાથે આવી રહ્યા છે. અમે જનતાની વચ્ચે રહીને કામ કરીએ છીએ. ફેસબુક સરકાર નથી ચલાવતી. આરોપ લગાવવાથી નહીં, કામ કરવાથી લોકોના મત મળે છે.'
'ઉદ્ધવ જૂથના અનેક નેતા અમારી પાર્ટીમાં જોડાયા'
શિંદેએ કહ્યું કે, 'ભિવંડી, કલ્યાણ અને થાણે જિલ્લાથી ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના અનેક પદાધિકારી આજે અમારી પાર્ટીમાં સામેલ થયા છે. લોકોને શિવસેના પર વિશ્વાસ છે. અમે નક્કી કરીશું કે જે લોકો ઘર પર બેઠા છે, તેઓ ઘર પર જ રહે. જ્યારે તેઓ હારે છે, તો તેઓ EVMને દોષ આપે છે.'
આ પણ વાંચો: ઠાકરે જૂથના 6 સાંસદો શિંદે અને ભાજપના સંપર્કમાં: મહારાષ્ટ્રમાં 'ઓપરેશન ટાઈગર'
શું છે ઑપરેશન ટાઈગર?
ઉદ્ધવ જૂથે આરોપ લગાવ્યો છે કે, એકનાથ શિંદે અમારા નેતાઓ અને સાંસદોને તોડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ઉદ્ધવ જૂથના સાંસદોએ એકજૂટતા બતાવી. કહ્યું કે, 'અમે સૌ એકસાથે છીએ. અમારા તમામ 9 સાંસદ અમારા હથિયાર છે. એકનાથ શિંદે જૂથ જ જાણ છે કે તેઓ કયા આધાર પર દાવો કરી રહ્યા છે. અમે સૌ ઉદ્ધવ ઠાકરે સાથે છીએ.' ત્યારે સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે, 'સત્ય સામે આવવું જોઈએ.'
રાહુલ ગાંધી પર પ્રહાર
શિંદેએ કહ્યું કે, 'રાહુલ ગાંધી હાર માનતા નથી... ભૂલ સ્વીકારશે ત્યારે તો સુધારો થશે. આ તેમને સમજ નથી આવી રહ્યું. તેમણે કોઈ રીતે લોકસભા ચૂંટણીમાં બેઠકો મળી ગઈ, કારણ કે ખોટી કહાની ફેલાવાઈ. હવે તેમને હારનો સામનો કરવો પડે છે, તો તેઓ ઈવીએમ, ચૂંટણી પંચને દોષ આપે છે. હવે મતદારોની યાદીને દોષ આપી રહ્યા છે. આ માત્ર એટલું છે કે રાહુલ ગાંધી જાણે છે કે દિલ્હીમાં તેમની હાર થવાની છે, એટલા માટે આ પ્રકારના આરોપ-પ્રત્યારોપની કહાની બનાવી રહ્યા છે.'