Get The App

'ભાજપના કોઈ પણ નેતાને CM તરીકે અમારું સમર્થન', શિંદેએ સસ્પેન્સ ખતમ કર્યું

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
'ભાજપના કોઈ પણ નેતાને CM તરીકે અમારું સમર્થન', શિંદેએ સસ્પેન્સ ખતમ કર્યું 1 - image


Maharashtra New CM News: મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ બનશે? શું એકનાથ શિંદે ખુરશી પર રહેશે કે ત્યાગ કરી દેશે? આ અંગે આજે (27 નવેમ્બર, 2024) એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં એકનાથ શિંદેએ સંકેત આપ્યા છે કે, મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્યમંત્રી હશે. એકનાથ શિંદેએ કહ્યું કે, 'હું ખુલ્લા દિલનો માણસ છું. હું નાનું વિચાર રાખવા વાળો કે નારાજ થનારો માણસ નથી. હું જનતા માટે કામ કરવા વાળો નેતા છું. ભાજપના જે પણ મુખ્યમંત્રી હશે તેને હું સમર્થન આપીશ. મને મુખ્યમંત્રી પદની લાલચ નથી. મેં ક્યારેય ખુદની મુખ્યમંત્રી નથી માન્યો. મેં હંમેશા કોમન મેન બનીને કામ કર્યું. મેં હંમેશા રાજ્યના ભલા માટે કામ કર્યું છે. મહારાષ્ટ્રની લાડલી બહેનોનો હું લાડલો ભાઈ છું.'

મહત્ત્વનું છે કે, એકનાથ શિંદેએ પાછી પાની કરતાં હવે ભાજપમાંથી દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બને તેવું લગભગ નક્કી થઈ ચૂક્યું છે. જોકે, ભાજપ પ્રદેશ સંગઠન કે હાઈકમાન્ડ દ્વારા આ અંગે સત્તાવાર કોઈ નિર્ણય જાહેર કરાયો નથી.

'વડાપ્રધાન મોદી જે નિર્ણય લે તે શિવસેનાને મંજૂર'

એકનાથ શિંદેએ કહ્યું કે, 'મેં વડાપ્રધાન મોદીને ફોન કરીને કહ્યું હતું કે આપણી વચ્ચે કોઈ મતભેદ નથી. તમે જે નિર્ણય લેશો તે અમને મંજૂર હશે. આપણી વચ્ચે કોઈ અડચણ નથી. આપણે સૌ NDAનો ભાગ છીએ. મારા અંગે વિચાર ના કરીને મહારાષ્ટ્રની જનતા અને રાજ્યનો વિચાર કરો. જે પણ નિર્ણય વડાપ્રધાન મોદી લેશે તે અમને મંજૂર છે.

નારાજગીની વાત કરતા શિંદેએ કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી જે પણ નિર્ણય લેશે તે શિવસેનાને મંજૂર છે. મહાયુતિ મજબૂત છે અને અમે સૌ મળીને કામ કરવા માટે તૈયાર છીએ. હું કોઈનાથી નારાજ નથી. મેં અમિત શાહ સાથે પણ આ વાત કરી કે, મારા તરફથી કોઈ સમસ્યા નહીં આવે. તમારો નિર્ણય અંતિમ રહેશે.'

આ પણ વાંચો : 'અમે ઉદ્ધવ જેવા નથી, મુખ્યમંત્રી તરીકે ફડણવીસને અમારું સમર્થન', શિંદે જૂથના સાંસદનું મોટું નિવેદન

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં સરકાર બને એ પહેલાં મહાયુતિ સામે પડકાર, મરાઠા આંદોલનકારીની મોટી જાહેરાત

'મેં હંમેશા સામાન્ય માણસ બનીને સેવા કરી'

એકનાથ શિંદેએ કહ્યું કે, ‘મેં ક્યારેય ખુદને મુખ્યમંત્રી નથી સમજ્યો. હું હંમેશા સામાન્ય માણસ બનીને જનતાની સેવા કરતો રહ્યો છું. હંમેશા અમિત શાહ અને વડાપ્રધાન મોદીએ મારો સાથ આપ્યો છે. મને મુખ્યમંત્રી બનાવ્યો. હું તેમને આભારી છું.’



Google NewsGoogle News